નમો ટીવીને લઈ કોંગ્રેસ પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
નમો ટીવી: ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ ખાતા પાસે જવાબ માંગ્યો - bjp
નવી દિલ્હી: નમો ટીવી લોન્ચીંગ કરવાને લઈ ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલયને નોટિસ ફટકારી છે. આ અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચૂંટણી પંચ
આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે, નમો ટીવી લોન્ચ કરતા પહેલા ચૂંટણી પંચ પાસે પરવાનગી લીધી હતી. આપ પાર્ટીએ આચાર સંહિતા ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આ અંગે કાર્યાવાહી કરવા માંગ કરી હતી. ત્યારે ચૂંટણી પંચ હરકતમાં આવતા હવે માહિતી ખાતા પાસે જવાબ માંગ્યો છે.