ચૂંટણી પંચ મહત્વના મુદ્દાઓને લઈ મંગળવાર અને ગુરૂવારના રોજ બેઠક યોજે છે. સંદિપ સક્સેનાના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની બેઠકનો એજન્ડા નક્કી થઈ ગયો હતો. કાલે ચોથા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ઉલ્લંઘનને લઈ જાણકારી આપી હતી. ત્યારે કહેવાયું હતું કે, ચૂંટણી પંચ આ અંગે મંગળવારે નિર્ણય કરશે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના લાતૂરમાં નવ એપ્રિલના રોજ મોદીએ સભામાં ભાષણ આપતા બાલાકોટ એર સ્ટ્રાઈકના નાયકોના નામ પર મત આપવા અપિલ કરી હતી.