ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં પ્રચાર પડધમ શાંત, વિપક્ષે નોંધાવ્યો વિરોધ - TMC

ન્યૂઝ ડેસ્ક: ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બંગાળમાં થયેલી હિંસાના કારણે ચૂંટણીપંચે  ગઇ કાલે મહત્વનો નિર્ણય લીધો હતો. EC દ્વારા  આજે રાતના 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર રેલીઓ અને સભાઓ પર રોક લગાવવામાં આવી છે.

PM

By

Published : May 16, 2019, 5:50 PM IST

બંગાળમાં થયેલી હિંસા દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. જે બાદ બંગાળના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે, અને ભાજપ દ્વારા હિંસાને લઇને ECમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે ચૂંટણી પંચ દ્વારા એક દિવસ વહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details