રાજસ્થાનઃ સોમવારે બપોરના 3:30 કલાકે ઉદયપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ઉદયપુર સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં સોમવારે બપોરે 3.16ની તીવ્રતા સાથે હળવા આંચકા અનુભવાયા હતા.
ઉદયપુરમાં 3.16 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા અનુભવાયા
સોમવારે બપોરના 3:30 કલાકે ઉદયપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ઉદયપુર સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં સોમવારે બપોરે 3.16ની તીવ્રતા સાથે હળવા આંચકા અનુભવાયા હતા.
ઉદયપુરમાં 3.16 રિક્ટર સ્કેલના ભૂકંપના આંયકા અનુભવાયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બપોરે અચાનક આવેલા ધરતીકંપના આંચકાથી શહેરના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. ઉદયપુરના અંબામાતા, સૂરજપોલ, દેહલી ગેટ અને ચાંદપોલ વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ અને નુકસાનની કોઈ માહિતી મળી નથી. ભૂકંપનું કેન્દ્ર શોધી શકાયું નથી, તે જાણવાનું બાકી છે. પરંતુ ઉદયપુર સહિત આસપાસના ઘણા જિલ્લાઓમાં પણ આજે હળવા આંચકા અનુભવાયા હતા.