નવી દિલ્હી : રાજધાની દિલ્હીના એનસીઆરમાં બુધવારે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 હોવાનું સામે આવ્યુ છે. રાત્રીના 10.42 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિક્ષાન કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ નોઇડામાં નોંધાયુ હતું.
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા - earthquake
રાજધાનીના એનસીઆરમાં બુધવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ રાત્રીના ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા.
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપના હળવા આંચકાથી રાજધાનીમાં હજુ સુધી કોઇ નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ નથી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ નોઇડામાં હતુ તેમ છતા પણ તેના આંચકા એનસીઆરમાં લાગ્યા હતા. આંચકા લાગ્યા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
ઉલ્લેખનિય છે કે છેલ્લા દોઢ મહીનામાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં 11 વાર ભૂકંપના આંચકા આવ્યા છે. જેમાં સૌથી વધુ ભૂકંપ ઓછી તીવ્રતાના જ નોંધાયા છે.