હરિયાણાના ઉચાના જીંદના ડૂમરખા કલાં ગામમાં મતદાન દરમિયાન બોગસ વોટિંગને લઈ સામ સામે ઝડપ થઈ હતી. આ ઘટના દુષ્યંત ચૌટાલા સાથે જોડાયેલી છે.
હરિયાણા ચૂંટણી: જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા પર હુમલો, બોગસ વોટિંગનો આરોપ
ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે હરિયાણામાં આજના મતદાનના દિવસે અમુક નાની મોટી ઘટનાઓ પણ ઘટી હતી. આ દરમિયાન જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળ્યુ છે.
bogus voting in haryana
આ ઘટના અંગે દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, ડૂમરખાના કલાં ગામમાં એક બૂથ પર બોગસ વોટિંગ થઈ રહ્યું છે. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમને ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. બાદમાં દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, અમુક લોકોએ મારા પર હુમલો પણ કર્યો છે.
આ ઘટના બાદ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, બૂથ નંબર 49 પર ફરી વખત મતદાન કરાવામાં આવે. વધુમાં કહ્યું કે, જો આ જ પ્રકારે મતદાન થતું હોય તો આ ગંભીર બાબત છે, અને લોકો ખૂબ જ ડેરલા છે.