દુષ્યંત ચૌટાલાએ ઉમેર્યુ હતું કે, 'હરિયાણાને રાષ્ટ્રવાદ શિખવાડવાની જરુર નથી. દેશના નામ પર શહીદ થવામાં સૌથી વધુ જવાનો હરિયાણાના છે. કદાચ જેટલા જવાનો સરહદ પર બોર્ડરની સુરક્ષામાં હરિયાણાના જવાનો છે, એટલા તો ગુજરાતમાંથી ભરતી પણ થતાં નહીં હોય.
હરિયાણામાં જેટલા જવાનો શહિદ થયા, એટલા તો ગુજરાતમાં ભરતી પણ થતા નહીં હોય: દુષ્યંત - જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા
નવી દિલ્હી: હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભારતીય જનતા પાર્ટી પર રાષ્ટ્રવાદને લઈ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, હરિયાણામાં એવું એક પણ ગામ નથી જ્યાં કોઈ જવાન શહીદ થયો ન હોય !
dushyant chautala controversial statements
દુષ્યંત ચૌટાલાએ વધુમાં જણાવ્યું હતું કે, હરિયાણામાં એવુ કોઈ ગામ નથી, જ્યાંથી કોઈ શહીદ થયું ન હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે. જેણે અમને મજબૂત બનાવ્યાં. સરહદમાં દરેક 10મો જવાન હરિયાણાનો છે. પછી તે ચીનની સરહદ પર હોય કે, પાકિસ્તાનની સરહદ પર. રાષ્ટ્રવાદથી પણ મોટો મુદ્દો છે બેરોજગાર, મહિલા સુરક્ષા તેની વાત કરવી જોઈએ.
આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જેનું 24 ઓક્ટોબરે પરિણામ આવશે.
Last Updated : Oct 15, 2019, 5:22 PM IST