ઉત્તર પ્રદેશ: બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય એટલે કે BHUના તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતકના પરિજનોને મૃતકના મૃતદેહને બદલે અન્ય કોઇ દર્દીનો મૃતદેહ સોંપી દેવાયો હતો. જેનો પરિજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો હતો. ત્યારબાદ સ્મશાન ઘાટ પર અન્ય દર્દીના પરિજનો પહોંચી વિગતો જણાવતા સમગ્ર ઘટના પરથી તંત્રની બેદરકારીની જાણ થઈ હતી.
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય એટલે કે BHUના તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતકના પરિજનોને મૃતકના મૃતદેહને બદલે અન્ય કોઇ દર્દીનો મૃતદેહ સોંપી દેવાયો હતો. જેનો પરિજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો હતો. ત્યારબાદ સ્મશાન ઘાટ પર અન્ય દર્દીના પરિજનો પહોંચી વિગતો જણાવતા સમગ્ર ઘટના પરથી તંત્રની બેદરકારીની જાણ થઈ હતી.
આ પ્રથમવાર નથી, જ્યારે BHU દ્વારા કોરોના દર્દીઓ સાથે આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હોય. આ પહેલા પણ એક વ્યક્તિની ઓડિયો ટેપ સામે આવી હતી જેમાં તે કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માંગતો હતો પણ તેને કલાકો સુધી રાહ જોવી પડી હતી.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જ્યારે હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પણ એક મહિલાએ તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર અંગે વાત કરી હતી. આ ઉપરાંત અનેકવાર હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનો તોડફોડ કરતા હોવાની અને રખડતી અવસ્થામાં PPE કીટ મળવાની ઘટનાઓ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાઓ અંગે હજીસુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સ્થાનિક જિલ્લા તંત્ર પણ આ મામલે હોસ્પિટલ સત્તાધીશોને સાથ આપી રહ્યું છે.