જોકે ગણતરીની કલાકોમાં આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે તે જાણવા મળ્યું નથી.
DTC બસ ડેપોમાં લાગી આગ, ત્રણ બસ બળીને ખાક - buses
નવા દિલ્હીઃ દિલ્હીના દ્વારકા સેક્ટર-8ના વિસ્તારમાં આવેલ DTC બસ ડેપોમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી વધી ગઇ કે, બચાવ કાર્ય દરમિયાન આગમાં ત્રણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર દિલ્હીના દ્વારકા સેક્ટર-8 વિસ્તારમાં આવેલા બસ ડેપોમાં રવિવાર સવારે લગભગ 5 વાગ્યા આસપાસ એક બસમાં અચાનક આગ લાગી હતી. આ આગે અન્ય 2 બસોને પણ ચપેટમાં લીધી હતી. આ ઘટના બનતા બસ ડેપોમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસ ડેપોમાં ઉભેલી બીજી બસોને અન્ય જગ્યાએ ખસેવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.
આ તકે સ્થળ પર હાજર લોકોએ આગને બૂઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવી શક્યા નહતા. જે બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચતા પહોંચી ત્યાં તો, જે બસમાં લાગી હતી તે બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. અન્ય 2 બસો પર બસ પર આગનો કાબૂ મેળવ્યો તે પણ ચલાવી શકાય તેવી હાલતમાં નથી.