ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેસિડેન્ટ તબીબનો દારૂના નશામાં હાઇ વોલ્ટેજ ડ્રામા - જયપુર ન્યૂઝ

જયપુરમાં દારૂના નશામાં હાઇ વોલ્ટેજ ડ્રામા કરતા રેસિડેન્ટ તબીબને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

drunken-doctor-climbed-water-tank
રેસિડેન્ટ તબીબનો દારૂના નશામાં હાઇ વોલ્ટેજ ડ્રામા

By

Published : May 7, 2020, 12:11 AM IST

જયપુર: રાજધાની જયપુરમાં દારૂનું વેચાણ શરૂ થતાં જ તેની અસર પણ જોવા મળી છે. દારૂના નશામાં રેસિડેન્ટ ડૉક્ટરનો હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જયપુરિયા હોસ્પિટલમાં પાણીની ટાંકી પર ચઢીને આ રેસિડેન્ટ ડૉક્ટરે હંગામો મચાવ્યો હતો.

આ ડોક્ટરનું નામ રવિન્દ્ર સિંહ છે, જે જયપુરિયા હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા. જયપુરિયા હોસ્પિટલમાં આવેલી ચોકીના કોન્સ્ટેબલ મુકેશ મીનાએ રેસિડેન્ટ તબીબને પાણીની ટાંકી પર દારૂની બોટલ સાથે બેઠો જોયો હતો.

આ મામલે કોન્સ્ટેબલ મુકેશ મીનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી, માહિતી મળતા જ અનેક પોલીસ અધિકારીઓ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમોએ ડૉક્ટરને નીચે આવવાની અપીલ કરી હતી, પરંતુ ડૉક્ટર ટાંકી પરથી નીચે ન ઉતર્યા.

લાંબા સમય પછી પોલીસ અનેસિવિલ ડિફેન્સની ટીમોએ પાણીની ટાંકી પરથી રેસિડેન્ટ તબીબને નીચે ઉતાર્યો હતો. ડોક્ટરને ટાંકી પરથી ઉતાર્યા બાદ તેને બજાજ નગર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details