મુંબઈ: બોલિવુડ ડ્રગ્સ કનેક્શન મામલે પુછપરછ અને ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યાારે શનિવારે મુંબઈની NCBની ટીમે બોલિવુડમાં જોડાયેલા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી હતી. ક્ષિતિજ ધર્મા પ્રોડક્શનમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા.
ડ્રગ્સ કેસ: NCBએ કસી કમર, ધર્મા પ્રોડક્શનના પૂર્વ નિર્માતા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ - ધર્મા પ્રોડક્શનમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર
બોલિવુડમાં હાલ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે NCBએ થોડા દિવસો પહેલા ક્ષિતિજની લગાતાર પુછપરછ કરી હતી. જેની આજે ઘરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ક્ષિતિજ પર ડ્રગ્સ ડીલર પાસેથી ડ્રગ્સ લેવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ થોડી તસવીરો સામે આવી હતી જેમાં ક્ષિતિજ પ્રસાદ એક ડ્રગ પેડલર સાથે જોવા મળ્યા હતા. ડ્રગ કનેક્શનમાં આ તસવીર ક્ષિતિજ વિરુધ્ધ સૌથી મોટો પુરાવો સાબિત થઈ છે.
કહેવામાં આવી રહ્યુ છે કે, ક્ષિતિજના ઘરે થતા દરેક ફંકશનમાં ડ્રગ પેડલર અંકુશ સામેલ થતો હતો, પછી તે મુંબઈ હોય કે દિલ્હી. નોંધનીય છે કે ક્ષિતિજ પ્રસાદને કરન જોહરનો સૌથી નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. આ તમામ તપાસ વચ્ચે કરન જોહરે ક્ષિતિજને ઓળખતા હોવાની વાાતને નકારી કાઢી છેે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે તે એક પ્રોજેક્ટ માટે તેની કંપની સાથે જોડાયેલો હતો પરંતુ તેનો નજીકનો વ્યક્તિ નથી.