ગ્વાલિયરઃ ભીંડ રોડ પર ટ્રક અને ડમ્પર અકસ્માત સર્જાતા બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં ડમ્પર ચાલક અને ક્લીનર મૃત્યુ પામ્યા હતા, જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સમયસર વાહનમાંથીબહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક યુપીના ફિરોઝાબાદના હતા. જ્યારે, ટ્રક અને ડમ્પર બંને એક જ માલિકના છે, જે ફિરોઝાબાદના જ રહેવાસી છે.
ગ્વાલિયરમાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા ડ્રાઈવર-ક્લીનરનું મોત
ગ્વાલિયરના ભીંડ રોડ પર ટ્રક અને ડમ્પર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આગ લાગતા ડમ્પરના ડ્રાઇવર-ક્લીનરનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ઈજાગ્રસ્ત હાલતમાં કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે દસ વાગ્યે મહારાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીંડ રોડ પર બંટુ ઢાબા પાસે ભિંડ તરફથી ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહારાજપુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ, ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લિનરે કાચ તોડી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગને કારણે ડમ્પરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકમાં જીતેન્દ્ર બઘેલ અને ભૂરા બઘેલ, બંને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રહેવાસી છે, જ્યારે ટ્રક ચાલક વિશ્રામસિંહ અને ક્લીનર રામરત્ન ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.