ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડ્રાઇવની રિલીઝ ડેટ થઇ જાહેર, આ દિવસે નેટફિલ્ક્સ પર રજૂ થશે - નેટફિલ્ક્સ પર રિલીઝ

મુંબઇ: અમિનેતા સુશાંત સિંહ રાજપૂત તથા જેક્લીન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ડ્રાઇવની રિલીઝ ડેટ અનાઉન્સ થઇ ગઇ છે. ફિલ્મ 1 નવેમ્બરના રોજ નેટફિલ્ક્સ પર રિલીઝ કરવામાં આવશે. જેક્લીન ફર્નાન્ડિઝ અને સુશાંત સિંહ સ્ટારર ‘ડ્રાઇવ’ ફિલ્મનું પહેલું સોન્ગ ‘મખના’ રિલીઝ થયું છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાને બદલે માત્ર ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પર જ 1 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ની પહેલી ઓરિજિનલ ફિલ્મ છે જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘તમારી નેટફ્લિક્સ સ્ક્રીન્સ પર આ ડ્રાઈવને લઈને 1 નવેમ્બરના આવી રહ્યા છીએ, આ રહ્યું પરફેક્ટ સોન્ગ.’

ડ્રાઇવની રિલીઝ ડેટ થઇ આઉટ

By

Published : Oct 3, 2019, 6:27 PM IST

ફિલ્મમેકર કરણ જોહરએ ટ્વીટ કરીને ડ્રાઇવ માટેની જાહેરાત કરી છે.આ ફિલ્મ તરૂણ મનસુખાની દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.તથા ધર્મા પ્રોડક્શંસ અંતર્ગત નિર્મિત કરવામાં આવી છે.આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં જેક્લીન, સુશાંતની સાથે બોમન ઈરાની, પંકજ ત્રિપાઠી, વિભા છિબ્બર, સપના પબ્બી અને વિક્રમાજિત વિર્ક સામેલ છે. આ ફિલ્મને તરૂણ મનસુખાનીએ ડિરેક્ટ કરી છે. તેમણે જ આ ફિલ્મ લખી છે. અગાઉ આ ફિલ્મ જૂન મહિનામાં થિયેટરમાં રિલીઝ થવાની હતી પણ પોસ્ટ પ્રોડક્શનના કામના કારણે ફિલ્મ અટવાઈ હતી. પરંતુ હવે ફિલ્મ માત્ર ઓનલાઇન પ્લેટફોર્મ પર જ 1 નવેમ્બરે રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details