નવી દિલ્હી : ઉત્તરપ્રેદશના ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ ડો.કફીલ ખાનને મથુરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.કફીલના વકીલ અરફાન ગાજીએ જણાવ્યુપં હતું કે,મથુરા જેસ પ્રશાસન દ્વારા લગભગ 11 વાગ્યે તેમને સૂચના આપી કે ડો.કફીલને જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. જે બાદ લગભગ 12 વાગ્યે તેમને જેલથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
જેલથી મુક્ત થયા બાદ કફીલે મીડિયા સાથે વાત કરી હતી અને કોર્ટનો આભાર માન્યો હતો.આ સાથે જ તેમણે કહ્યું કે હું તે તમામ લોકોનું આભાર માનું છું જેમણે મને મુક્ત કરવા માટે આવાજ ઉઠાવી હતી.તેમણે વધુમાં કહ્યું કે,પ્રશાસન તેમને જેલમાંથી મુકત કરવા તૈયાર ન હતા પરતું લોકોની દુઆના કરાણે હું મુક્ત થઇ શક્યો.આ સાથે તેમણે કહ્યું કે, તેમણે આશંકા છે કે સરકાર તેમને ફરી કોઇ પણ કેસમાં ફસાવી શકે છે.
કફીલે કહ્યું કે,તેઓ હવે બિહાર અને આસામના પુરગ્રસ્ત લોકોની મદદ કરવા માગે છે.તેમણે કહ્યું કે, રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ કહ્યું હતું કે, રાજાને રાજધર્મ નિભાવવો જોઇએ પરતું ઉત્તરપ્રદેશમાં રાજા રાજ ધર્મ નથી નિભાવી રહ્યા.કફિલે કહ્યું કે ગોરખપુર મેડિકલ કોલેજમાં ઓક્સિજન કૌભાંડ બાદથી સરકાર તેમની પાછળ છે અને તેના પરિવારે ખૂબ સહન કરવું પડ્યું છે.
અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ સૌમિત્રા દયાલ સિંહની ખંડપીઠે કફિલને તાત્કાલિક મુકત કરવાનો આદેશ આપ્યો હતો. તેના વકીલો અને પરિવારના તમામ પ્રયાસો બાદ કફિલને રાત્રે 12 વાગ્યે મથુરા જેલમાંથી મુક્ત કરાયો હતો.
પરિવારે, કફીલને ફરી એક અન્ય આરોપમાં ફસાવી દેવાની કાવતરું કરવાની આશંકા વ્યક્ત કરતા, બુધવારે હાઈકોર્ટમાં અવમાનની અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ કફીલનો પરિવાર તેને જેલથી મુક્ત કરાવવા માટે મથુરા જેલમાં પહોંચ્યો હતો પરંતુ અધિકારીઓએ તેમને ઓર્ડર નહીં આપવાનો હવાલો આપીને મુક્ત કરવાની ના પાડી હતી.કફીલના ભાઈ આદિલ ખાને અધિકારીઓ પર વિલંબનો આરોપ લગાવતા કહ્યું હતું કે વહીવટ તેના ભાઈને અન્ય કેટલાક આરોપોમાં ફસાવી દેવાની યોજના બનાવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જો કફીલને જેલમાંથી મુકત કરવામાં નહીં આવે તો તેઓ બુધવારે હાઈકોર્ટમાં અવમાનની અરજી દાખલ કરશે.
ઓગસ્ટ 2017 માં, ઓક્સિજનના અભાવથી ગોરખપુર મેડિકલ કોલેજના મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયાના કેસ બાદ કફીલ ચર્ચામાં આવ્યો હતો. ડોક્ટર કફિલ ખાનને ગયા વર્ષે ડિસેમ્બરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આ વર્ષે જાન્યુઆરીમાં CAA વિરુદ્ધ ભાષણો આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેને મથુરા જેલમાં મોકલવામાં આવ્યો હતો.