રાજધાની દિલ્હી અને NCRમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળે છે. દિલ્હીમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેવી જ રીતે એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ 367ની નજીક પહોંચી ગયો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે.
દિલ્હી-NCR પર ઠંડી અને પ્રદૂષણનો ડબલ એટેક, જાણો શું છે પરિસ્થિતિ? - નોઈડાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ફરી એક વખત એર ક્વોલિટી ઈન્ડેક્સ વધી ગયો છે. નોઈડાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ સ્થિતીમાં છે, જ્યારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 367 નજીક પહોંચ્યો છે.
દિલ્હી-NCR પર ઠંડી અને પ્રદૂષણનો ડબલ એટેક, જાણો શું છે પરિસ્થિતિ
દિલ્હી અને NCRમાં ઠંડીએ અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શીત લહેરે સમગ્ર ઉત્તર ભારતને પોતાની લપેટમાં લીધું છે. આ સાથે જ નોઈડાના પ્રદૂષણે પણ લોકોને પરેશાન કરી નાખ્યા છે.
નોઈડાના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટીનો ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે.