ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું તમે 1965 અને 1971ના ભારત-પાકના યુદ્ધમાં લાપતા 54 સૈનિકોની હાલત જાણો છો..? - New Delhi

ન્યુ દિલ્હીઃ એક RTIના જવાબમાં ખુલાસો થયો છે કે 1965 અને 1971માં ભારત-પાકના યુદ્ધ દરમિયાન લાપતા 54 ભારતીય સૈનિકોને છોડાવવામાં ભારતીય સરકાર નિષ્ફળ રહી છે. વર્ષો વીતી ગયા હોવા છતાં લાપતા સૈનિકો અંગે પરિવાર પાસે નથી કોઈ જાણકારી. છેલ્લે 20 વર્ષ પહેલા પરિવાર પાસે એક ચિઠ્ઠી આવી હતી. જેમા લખ્યુ હતું કે અમારા પર વિવિધ અત્યાચાર કરવામાં આવે છે, જેથી અને સૈનિકો તો ગાંડા થઈ ગયા છે. જો કે ત્યાર પછી સૈનિકોના પરિવારને એ પણ નથી ખબર કે તેઓ જીવે છે કે મરી ગયા છે. ભારતીય સરકારે એક અભિનંદનને તો છોડાવી લીધો પણ હજી એવા 54 અભિનંદન પાકિસ્તાનની જેલોમાં બંધ છે. જેને છોડાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.

હરપાલ રાણા

By

Published : Mar 28, 2019, 12:06 AM IST

RTI એક્ટિવિસ્ટ હરપાલ રાણાએ જણાવ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષોથી RTI સરકાર પાસેથી 1965 અને 1971નું ભારત-પાકના યુદ્ધમાં લાપતા સૈનિકોની યાદી માંગી રહ્યું હતું. પંરતુ સરકાર તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી રહી નથી. છેલ્લે જાન્યુઆરી 2019માં પણ RTI એ આ અંગે સરકાર પાસેમાહિતી માગી હતી કે, લાપતા સૈનિકોનું શું થયું ? કેટલા સૈનિકોને અત્યાર સુધીમાં છોડાવવામાં આવ્યા ? તેમજ શું સરકાર પાસે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સૈનિકોની હાલત જાણે છે ?"

હરપાલ રાણા


અનેક પ્રયાસો બાદ 28 ફેબ્રુઆરી 2019ના રોજહરપાલ રાણા પાસે ભારતના રક્ષા મંત્રાલયમાંથી જવાબ આવ્યો હતો. જેમાં લાપતા સૈનિકોની યાદી સાથે એ પણ કહેવામાં આવ્યુ હતું કે, 2007માં પાકિસ્તાનની જેલમાં સૈનિકોનેશોધવા માટે ગયા હતા,પંરતુ સૈનિકો ત્યાં ન હતા. તેમજ સરકાર કે પરિવારો પાસે કોઈ જાણકારી નથી કે, સૈનિકો જીવે છે કે મરી ગયા છે.છતાં પણહજી સુધી સરકારે તે લાપતા સૈનિકોને ન તો શહિદ જાહેર કર્યા છે કે ન તો સેના તરફથી તેમનુ ફંડ કે પેન્શન પરિવારોને મળી રહ્યું છે.આ અંગેની જાણકારીRTI એક્ટિવિસ્ટ હરપાલ રાણાએ સૈનિકોના પરિવાર પાસેથી મેળવી છે.

જ્યારે રાણાએ કેટલાય પરિવારો સાથે મુલાકાત કરી તોપરિવારના લોકોએજણાવ્યું કે, હજી સુધી સૈનિકોને શહિદ જાહેર કરાયા નથી. તેમજપાકિસ્તાનની જેલમાં બંધ સૈનિકોએ અનેેક વાર ચિઠ્ઠી લખવામાં આવીહતી. જેમાં પોતે અનેક અત્યાચારનો સામનો કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમજ અત્યાચારમાં અમુક સૈનિકો ગાંડા પણ થઈ ગયા હતાં. તેમ છતાં પાકિસ્તાન એ વાતમાનવા તૈયાર નથી કે, તે યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોને તેમણે બંધી બનાવ્યા છે અને હાલ સૈનિકો તેમની પાસે જ છે. પરિવારોના આધારે હરપાલ રાણાની વાત માનીએ તો, તે લોકો જ્યારે સરકાર સાથે પાકિસ્તાનની જેલમાં સૈનિકોની શોધખોળ કરવા ગયા તો ત્યાં સૈનિકો હતાં જ નહી. પરંતુ તેમનું કહેવું છે કે પાકિસ્તાન સમયાંતરે જેલ બદલતા રહે છે જેથી બંધ સૈનિકો અંગે સરકારને કોઈ જાણકારી ન મળી શકે.

RTI એક્ટિવિસ્ટ હરપાલ રાણા પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય સૈનિકો અંગે વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રપતિને પત્ર લખીઅને તેમને રુબરુ મળી આ સંદર્ભે વાત કરશે. આ સાથે રાણા જે રીતે ભારત સરકારઅભિનંદનને છોડાવવામાં સફળ રહી તે રીતે આ લાપતા સૈનિકોને છોડાવવા પણ પગલા લેવાની વાત કરશે. તેમજ જે સૈનિકો પર પાકિસ્તાની જેલમાં અત્યાચાર કરી મારવામાં આવ્યા છે, તેની માહિતી તેના પરિવારને આપવામાં આવે અને સાથે-સાથે તેમનુ ફંડ અને પેન્શન પણ પરિવારને આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details