ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુઃ ભાષા ફોર્મ્યૂલાનો વિવાદ વધ્યો, સરકારે કહ્યું- ભાષા થોપવામાં નહીં આવે - chennai

ચેન્નઈ: તમિલનાડુના DMK સહિત વિભિન્ન રાજકિય દળોમાં ત્રણ ભાષાના ફોર્મુલાને મુસદ્દા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રસ્તાવિત ત્રણ ભાષા ફોર્મ્યુલાનો આકરો વિરોધ કરવામાં આવી છે. તેઓએ આ ફોર્મુલા બાબતે કહ્યું કે, તેમના પર હિંદીને થોપવા સમાન છે. જો કે, બાદમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, કોઈ પર પણ ભાષાને થોપવાનો કોઈ વિચાર નથી.

ચેન્નઈ

By

Published : Jun 2, 2019, 9:24 AM IST

નવી શિક્ષણ નીતિના ડ્રાફટને લઈન વિવાદને વકરતા જોઈ વર્તમાન સૂચના તેમજ પ્રસારણ અને પૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈ ઉપર ભાષાને થોપવામાં નહીં આવે. તેમજ આવી કોઈ યોજના પણ નથી. તેઓએ વઘુમાં કહ્યું કે, તેઓ બધી જ ભાષાઓનો વિકાસ ઈચ્છે છે.

તમિલનાડુ સરકારે સમગ્ર બાબતને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તેઓ દ્વિભાષાના ફોર્મુલાને ચાલુ રાખશે.

પ્રકાશ જાવડેકરનું નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે તમિલમાં કરવામાં આવેલા અલગ-અલગ ટ્વિટમાં જણાવ્યું કે, શાળામાં ત્રણ ભાષાની ફોર્મુલાનો શો અર્થ છે ? તેનો અર્થ છે કે તેઓ હિંદીને અનિવાર્ય બનાવશે તેમણે ટ્વિટ કર્યું કે, ભાજપનો સાચો ચહેરો દેખાવાનો શરૂ થઈ ગયો છે.

આ મુદ્દે MNM પ્રમુખ કમલ હાસને કહ્યું કે, ભાષા હોય કે કોઈ પરીયોજના અમે નથી ઈચ્છતા કે તે અમારા પર થોપવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, તેમની પાર્ટી આની વિરૂદ્ધ કોઈ ઉપાય શોધશે. બીજી તરફ ટ્વીટર પર #StopHindiImposition, #TNAgainstHindiImposition ટ્રેંડ થવા લાગ્યું છે.

કમલ હાસનનું નિવેદન

DMK નેતા સ્ટાલિને તમિલનાડુમાં 1937 માં હિંદી વિરોધી આંદોલનોને યાદ કરાવતા કહ્યું કે, 1968 માં રાજ્યમાં 2 ભાષા ફોર્મુલાનું જ પાલન થઈ રહ્યું છે. જે મુજબ ફક્ત તમિલ અને અંગ્રેજી ભણાવવામાં આવે છે.

સ્ટાલિને કેન્દ્રની ભલામણોને બરતરફ કરવાની માંગણી કરતા કહ્યું કે, તે ત્રણ ભાષાના ફોર્મુલાની આડમાં હિંદીને થોપવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમના પક્ષના સાંસદો સંસદમાં શરૂઆતથી તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવશે.

DMK નેતા એમ.કે.સ્ટાલિને કહ્યું કે, ત્રણ ભાષા ફોર્મ્યુલા પ્રાથમિક કક્ષાથી કક્ષા 12 સુધી હિંદીને વધારે મહત્વ આપે છે. જે વધારે હેરાન કરનારી બાબત છે અને આ ભલામણ દેશને વહેંચવાનું કામ કરશે. મુસદ્દા નીતિ જાણીતા વૈજ્ઞાનિકનાં કસ્તુરીરંગનનાં નેતૃત્વવાળી એક સમિતીએ તૈયાર કરી છે જેને શુક્રવારે જાહેર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details