ગુજરાત

gujarat

શરદી-તાવ, ફ્લુ અને Covid-19ના લક્ષણો વચ્ચેનો ભેદ કઈ રીતે સમજશો, જાણી લો...

શરદી-તાવ, ફ્લુ અને Covid-19 શ્વસન તંત્રને લગતી એવી બીમારી છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જો કે Covid-19 અને ફ્લુના લક્ષણો એક સમાન હોય છે, પરંતુ ફ્લુના લક્ષણો ઝડપથી આગળ વધે છે જ્યારે Covid-19ના લક્ષણો દર્દીને ગંભીર બીમારી અને મૃત્યુ તરફ દોરી જઈ શકે છે. અહીં આપણે Covid-19, ફ્લુ અને શરદી-તાવના લક્ષણો વચ્ચેના ભેદ વીશે જાણીશુ.

By

Published : Apr 2, 2020, 8:40 PM IST

Published : Apr 2, 2020, 8:40 PM IST

coronavirus symptoms
Covid-19ના લક્ષણો

હૈદરાબાદ: Covid-19નો કહેર વિશ્વભરમાં યથાવત છે ત્યારે તેના લક્ષણો અને શરદી-તાવ અને ફ્લુના લક્ષણો વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બન્યો છે. શરદી-તાવ, ફ્લુ અને Covid-19 શ્વસન તંત્રને લગતી બીમારીઓ છે છતા આ બીમારી માટે જવાબદાર વાયરસ અને આ બીમારી ફેલાવાની રીત અલગ અલગ છે. આ દરેક વાયરસની અસરો અલગ અલગ હોય છે અને સારવાર માટે આ ભેદ સમજવો જરૂરી છે.

શરદી-તાવ, ફ્લુ અને Covid-19 શ્વસન તંત્રને લગતી એવી બીમારી છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જો કે Covid-19 અને ફ્લુના લક્ષણો એક સમાન હોય છે, પરંતુ ફ્લુના લક્ષણો ઝડપથી આગળ વધે છે જ્યારે Covid-19ના લક્ષણો દર્દીને ગંભીર બીમારી અને મૃત્યુ તરફ દોરી જઈ શકે છે.

Covid-19, સામાન્ય શરદી-તાવ અને ફ્લુની સારવારની રીતો:

સામાન્ય શરદી-તાવ: આ સમયે ડૉક્ટર આરામ કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત વધુ માત્રામાં પ્રવાહી અને આઇબ્રુફીન (એડ્વીલ) અને એક્ટીમેનોફીન (ટાઇનોલ) જેવી દવાઓ લેવા જણાવે છે. સામાન્ય તાવ-શરદી માટે કોઈ રસી ઉપલબ્ધ નથી.

ફ્લુ: ઓસેલ્ટામીવિર (ટમીફ્લુ) જેવી દવા, આરામ, વધુ માત્રામાં પાણી તેમજ એક્ટીમેનોફીન જેવી દવાઓ ફ્લુમાં લેવામાં આવે છે. જો ફ્લુના લક્ષણો વધુ તીવ્ર બને તો રેસ્પીરેટરી સપોર્ટની જરૂર પડે છે. ફ્લુના લક્ષણો ઓછા કરવા માટે તેમજ ફ્લુથી બચવા માટે રસી ઉપલબ્ધ છે.

Covid-19: Covid-19ના લક્ષણોમાં મેડીકલ પ્રોફેશનલ આરામ કરવાની, વધુ માત્રામાં પાણી તેમજ એક્ટીમેનોફીન લેવાની સલાહ આપે છે. જો Covid-19ના લક્ષણો વધુ તીવ્ર થાય તો દર્દીને રેસ્પીરેટરી સપોર્ટની જરૂર પડે છે. Covid-19 માટે એન્ટીવાયરલ ડ્રગ અને રસીની શોધ થઈ રહી છે. હાલમાં તેનો ઈલાજ કરવા માટે રસી અને દવા ઉપલબ્ધ નથી.

ABOUT THE AUTHOR

...view details