ગુજરાત

gujarat

By

Published : May 20, 2020, 11:01 PM IST

ETV Bharat / bharat

સંજીવે દિવ્યાંગતાને આપી મ્હાત, 500થી વધુ મજૂરને વતન પહોંચાડી માનવતા મહેકાવી

સ્થળાંતરના આ સમયમાં અમે તમને એક એવા કોરોના યોદ્ધા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેમણે પોતાની અક્ષમતાને તેની શક્તિ બનાવી છે અને આ મુશ્કેલ સમયમાં મજૂરોને મદદ કરવા સતત કાર્યરત છે. અમે વાત કરી રહ્યાં છીએ ઝાલાવાડના સંજીવ વર્મા વિશે જેમણે દિવ્યાંગ હોવા છતાં, 500થી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી માનવતા મહેકાવી છે.

સંજીવ વર્મા
સંજીવ વર્મા

ઝાલાવાડ: કોરોના વાઇરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં લોકોને સૌથી મોટી મુશ્કેલી તેમના ઘરે પહોંચવાની આવી છે. લોકડાઉનને કારણે જ્યાં હતા ત્યાં જ લોકો અટવાયા છે. તે દરમિયાન દેશભરમાંથી કામદારોના સ્થળાંતરના સમાચાર આવી રહ્યા છે. જ્યાં ઘણા કામદારો પગપાળા ઘરે પરત ફરતા જોવા મળે છે, તો ઘણા કામદારો ભાડેના વાહનોમાં જતા જોવા મળે છે.

સ્થળાંતરના આ સમયમાં અમે તમને એક એવા કોરોના યોદ્ધા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેમણે પોતાની અક્ષમતાને તેની શક્તિ બનાવી છે અને આ મુશ્કેલ સમયમાં મજૂરોને મદદ કરવા સતત કાર્યરત છે. અમે વાત કરી રહ્યાં છીએ ઝાલાવાડના સંજીવ વર્મા વિશે, જેમણે દિવ્યાંગ હોવા છતાં, 500થી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી છે.

સંજીવે દિવ્યાંગતાને આપી મ્હાત, 500 થી વધુ મજૂરોને ઘરે પહોંચાડવામાં કરી મદદ

સંજીવ વર્માએ કહ્યું કે, તેમણે મજૂરોને ઘરે જવા માટે આવતી સમસ્યાઓ સીધી અને સોશિયલ મીડિયા પર પણ જોઇ. આવી સ્થિતિમાં તેમણે જાતે જ લોકોને મદદ કરવાનું નક્કી કર્યું, જેના પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાનો નંબર વાયરલ કર્યો અને વધુમાં વધુ લોકોને પોતાનો નંબર પહોંચાડ્યો હતો.

જેથી લોકો તેમના ઘરે પાછા ફરવા માટે પાસ બનાવી શકે. સંજીવ વર્મા લોકો પાસેથી તેમની માહિતી એકત્રીત કરતા હતા અને રાજસ્થાન સરકારની વેબસાઇટ પર માહિતી માટે મજૂરોની નોંધણી કરાવતા હતા. પાસ કર્યા પછી, તે મજૂરોને સ્ક્રીનશોટ અને ઇ-પાસ નંબર મોકલતા હતા જેથી લોકો સરળતાથી તેમના મુકામ પર પહોંચી શકે.

સંજીવ વર્માએ જણાવ્યું હતું કે, મોટાભાગના મજૂરો અભણ છે. આવી સ્થિતિમાં આવામાં તેમને ઇ પાસ બનાવવાની પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. જેના કારણે મજૂરો ઇ-પાસ બનાવી શકતા નથી. તેમણે શક્ય તેટલા લોકોને ફાયદા થાય તે માટે તેમના ઇન્ટરનેટ અને સરકારની પ્રક્રિયાનાનો ઉપયોગ કર્યો. સંજીવ વર્માએ રાજસ્થાનના અન્ય ઘણા જિલ્લાઓમાં ફસાયેલા 500 થી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details