મુંબઈઃ બૉલીવૂડ ડાયરેક્ટર અનુભવ સિન્હા હંમેશા રાજનીતિ પર પોતાના વિચારો સોશિય મીડિયાના માધ્યમથી રજૂ કરતાં હોય છે. તાજેતરમાં સિન્હાએ કોંગ્રસમાંથી બીજેપીમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈ ટ્વિટ કર્યુ છે.
અનુભવ સિન્હાએ સિંધિયા પર નિશાન સાધતાંં ટ્વિટ કરી લખ્યું કે, 'મને વિશ્વાસ છે કે હવે જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રદેશના લોકોની મન ભરી સેવા કરી રહ્યાં છે, પંરતુ આ સમાચારવાળા તે બાબત જણાવતાં નથી.' સિન્હાનું આ ટ્વિટના માધ્યમથી સિંધિયા પર કટાક્ષ કર્યો છે. તેમના આ ટ્વિટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
બૉલીવૂડ ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સિન્હાના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, બધા લોકો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના વખાણ કરવામાં વ્યસ્ત છે, તમામે તમામ દેશદ્રોહી છે. જોકો અગાઉ પણ સિંધિયાના કોંગ્રેસ છોડવા પર અનુભવ સિન્હાએ તેમના પર નિશાન સાધ્યું હતું.
હાલમાં મધ્યપ્રદેશાં પોલિટિકલ ડ્રામાની ધમાસાણ હતી. એમપીમાં ચાલતી રાજકિય ધમાસાણ દરમિયાન 18 વર્ષથી કોંગ્રસે સાથે જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. લાંબા પોલિટિકલ ડ્રામા બાદ અંતે કમલનાથ સરકારે સત્તા પરથી હાથ ધોવા પડ્યાં અને રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણ ફરી મુખ્યપ્રધાનની ખુુરશી પર બેઠા હતા.