ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં મતદાન પૂર્ણ : 57.06 ટકા મતદાન નોંધાયુ - dilhi election 2020

દિલ્હીમાં મતદાન પૂર્ણ : 57.06 ટકા મતદાન નોંધાયુ
દિલ્હીમાં મતદાન પૂર્ણ : 57.06 ટકા મતદાન નોંધાયુ

By

Published : Feb 8, 2020, 4:03 PM IST

Updated : Feb 8, 2020, 8:13 PM IST

20:07 February 08

દિલ્હીમાં મતદાન પૂર્ણ : 57.06 ટકા મતદાન નોંધાયુ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયુ છે. કુલ 57.06 ટકા મતદાન નોંધાયુ છે.  એક્ઝિટ પોલ્સ  સામે આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી ચૂંટણી તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

17:38 February 08

5 વાગ્યા સુધીમાં આશરે 44.52 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં આશરે 44.52 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 સુધી 44.52 ટકા મતદાન થયું હોવાનો આંકડો સામે આવ્યો છે.

16:24 February 08

દિલ્હીમાં ધીમી ગતીનું મતદાન, 4 વાગ્યા સુધીમાં 42.20 ટકા મતદાન

દિલ્હીમાં ધીમી ગતીનું મતદાન, 4 વાગ્યા સુધીમાં 42.20 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન ધીમી ગતીએ થઈ રહ્યું છે. 4 વાગ્યા સુધીમાં ફક્ત 42.20 ટકા મતદાન થયું છે. 

16:05 February 08

પ્રયંકા ગાંધીએ પતિ અને દિકરા સાથે મત આપ્યો

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ બપોરે 3 વાગ્યા સુધી 30.18 ટકા મતદાન નોંધાયું

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે ​​તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન રાજીવ વાડરા સાથે દિલ્હીમાં મત આપ્યો હતો. રેહાન રાજીવ વાડ્રાએ આ પ્રથમ વખત મતદાન કર્યું છે.

રેહાન રાજીવ વાડ્રાએ પોતાનો મત આપ્યા પછી કહ્યું કે, લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાનો આ પ્રથમ સુખદ અનુભવ હતો. દરેક લોકોએ તેમના મતના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

આર. આર. વાડ્રાએ કહ્યું કે, મને લાગે છે કે, તમામને જાહેર પરિવહન આપવું જોઈએ. પરિવહનમાં વિદ્યાર્થીઓ માટે સબસિડી હોવી જોઈએ.

16:04 February 08

અખિલેેશ યાદવે કેજરીવાલને અભિનંદન આપ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણી

મતદાનની વચ્ચે અખિલેશ યાદવે કેજરીવાલને અભિનંદન આપતા ટ્વીટર પર લખ્યું, કામ બોલે છે...

15:36 February 08

live page

દિલ્હી વિધાનસભા ચૂંટણી
  • બપોરે 3 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 30.18 ટકા મતદાન થયું છે.
  • મતદાનની વચ્ચે અખિલેશ યાદવે કેજરીવાલને અભિનંદન આપતા ટ્વીટર પર લખ્યું, કામ બોલે છે...
  • પ્રયંકા ગાંધીએ પતિ અને દિકરા સાથે મત આપ્યો
Last Updated : Feb 8, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details