બપોરે 2 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 28.14 ટકા મતદાન નોંધાયું
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ બપોરે 2 વાગ્યા સુધી 28.14 ટકા મતદાન નોંધાયું - વિધાનસભા ચૂંટણી
14:41 February 08
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ 2 વાગ્યા સુધી 28.14 ટકા મતદાન નોંધાયું
13:20 February 08
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ 1 વાગ્યા સુધી 19.37% મતદાન નોંધાયું
બપોરે 1 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 19.37% મતદાન નોંધાયું
12:47 February 08
બપોરે 12 વાગ્યા સુધીમાં 15.68% મતદાન નોંધાયું
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ બપોરે 12 વાગ્યા સુધીમાં 15.68% મતદાન નોંધાયું
12:32 February 08
વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ કર્યું મતદાન
એલ.કે.અડવાણીએ મતદાન કર્યું
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઔરંગઝેબ રોડ મતદાન મથકે પહોંચી દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું.
12:16 February 08
વરરાજાએ લગ્ન પહેલા કર્યો મતદાધિકારનો ઉપયોગ
ચૂંટણી દરમિયાન લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં એક પરિવારના ઘરે લગ્ન હોવા છતાં પરિવાર સવારે મતદાન કરવા પહોંચ્યું હતું. વરરાજાએ લગ્ન પહેલા મતદાધિકારનો ઉપયોગ પોતાની ફરજ બજાવી હતી.
12:05 February 08
દિલ્હીમાં ભાજપ સત્તા જમાવે તેવી શક્યતાઃ મનોજ તિવારી
ભોજપુરી અભિનેતા અને રાજનેતા મનોજ તિવારીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે ક્હયું હતું કે, "મને લાગે છે કે, દિલ્હીમાં પણ ભાજપ સત્તા જમાવશે."
11:48 February 08
AAP અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે થઈ બબાલ
દિલ્હીઃ મજનૂ ટેકરા વિસ્તાર પાસે AAP અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને તમાચો મારવાનો પ્રયત્ન કર્યો હતો.
11:47 February 08
ચાણક્યપુરી વિસ્તારની ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુલાકાત લીધી
ચાણક્યપુરી વિસ્તારના મતદાન મથક પર ચૂંટણી કમિશનર અશોક લવાસા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કરણસિંહ પહોચ્યાં
11:44 February 08
108 વર્ષીય શતાયુ મતદારે કર્યુ મતદાન
108 વર્ષીય શતાયુ મહિલાએ કર્યુ મતદાન. ચૂંટણી અધિકારીઓએ વૃદ્ધાને ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત
11:42 February 08
દિલ્હી ચૂંટણી: 11 વાગ્યા સુધી 10.59 ટકા મતદાન નોંધાયું
દિલ્હી ચૂંટણી: 11 વાગ્યા સુધી 10.59 ટકા મતદાન નોંધાયું, અંબેડક નગરમાં સૌથી ઓછી વોટિંગ
11:29 February 08
નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ મતદાન બાદ મીડિયા સાથે થયા રૂબરૂ
નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ મતદાન બાદ મીડિયા વાતચીત કરી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હતા. તેમજ શિક્ષણ ભાર મૂકીને આપ સરકારના વિકાસ ગણાવી હતા અને નગરજનોને મતદાન કરવા અપીલ કરી હતી.
11:25 February 08
મતદાન બાદ મુખ્યપ્રધાન કેજરીવાલે આપી પ્રતિક્રિયા, સૌને મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યા બાદ મીડિયા વાત કરી હતી. જેમાં તેમણે દિલ્હીની જનતાને મતદાન કરવા આહ્વાન કર્યુ હતું. સાથે જ મહિલાઓને ઘરમાંથી નીકળીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અને પોતાની નાગરિકતા દાખવવા અપીલ કરી હતી.
11:14 February 08
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ કર્યુ મતદાન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા મતદાન કરવા એસ્ટેટની બુથ નંબર 14 અને 116 પર પહોંચ્યા
11:08 February 08
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મતદાન કર્યુ મતદાન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મતદાન માટે ઔરંગઝેબ રોડ પર મતદાન મથક 81-82 પર પહોંચ્યા
11:06 February 08
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કર્યુ મતદાન
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે પત્ની ગુરશરન સિંહ સાથે નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના નિર્માણ ભવનમાં મત આપ્યો
10:57 February 08
બાબરપુરમાં ફરજ દરમિયાન ચૂંટણી અધિકારીનું થયું મોત
ઉત્તર પૂર્વ દિલ્હીના બાબરપુરમાં ફરજ દરમિયાન એક ચૂંટણી અધિકારીનું મોત થયું છે. આ ઘટના બાબરપુર પ્રાથમિક શાળામાં મતદાન મથકની અંદર હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે ગુરુ તેગ હોસ્પિટલમાં ખસેડાયો છે.
10:51 February 08
દિલ્હી વિધાનસભાઃ યમુના વિહારના EVM ખોટકાતાં મતદાનમાં અટકળ
યમુના વિહારના સી -10 બૂથના EVMમાં ખામી સર્જાઈ હતી. જેથી મતદાન શરૂ થવામાં મોડુ થયું હતું. આ વાત જાણ ચૂંટણી પંચ થથાં તકનીકી ટીમ ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી આ ઉપરાંત નવી દિલ્હી વિધાનસભાના સરદાર પટેલ વિદ્યાલયમાં પણ EVM ખરાબ હોવાની ખબર સામે આવી હતી.
10:36 February 08
આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ
દિલ્હીના ડેપ્યુટી CM અને પાટપરગંજ વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમા સિસોદીયાએ પાંડવ નગરની એમસીડી શાળામાં કર્યુ મતદાન
10:34 February 08
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ મતદાન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ મતદાન
10:33 February 08
ડો. હર્ષવર્ધને માતા સાથે વોટિંગ કર્યું
કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધને માતા રતન દેવી સાથે કૃષ્ણનગરની પબ્લિક શાળામાં વૉટિંગ કર્યું. બીજેપીના અનિલ ગોયલ અને કોંગ્રેસના અશોક વાલિયા અને AAPના એસ. કે. બગ્ગા અહીંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
10:16 February 08
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 10 કલાક સુધી 4 ટકા મતદાન નોંધાયું
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 10 કલાક સુધી 4 ટકા મતદાન નોંધાયું
10:07 February 08
અભિનેત્રી તાપસી પન્નુએ પરિવાર સાથે કર્યુ મતદાન
અભિનેત્રી તાપસી પન્નુએ પરિવાર સાથે કર્યુ મતદાન
09:59 February 08
દિલ્હીમાં એક કલાકમાં થયું 9 વાગ્યા સુધીમાં નોંધાયુ 0.79 ટકાનું મતદાન
દિલ્હીમાં એક કલાકમાં થયું 9 વાગ્યા સુધીમાં નોંધાયુ 0.79 ટકાનું મતદાન. શાહીનબાગ અને જામિયામાં લાગી મતદારોની કતાર. અન્ય તરફ સરદાર પટેલ વિદ્યાલય મતદાન કેન્દ્રમાં EVMમાં આવી ખામી. બૂથ નંબર 114માં અટક્યું મતદાન.
09:56 February 08
CM કેજરીવાલે કર્યુ મતદાન
CM કેજરીવાલ રાજપુરા રોડ પરના વાહન વ્યવહાર વિભાગમાં નિવાસથી થોડી મિનિટો દૂર પોતાનો મત આપશે. પોતાનો મત આપતા પહેલા કેજરીવાલે માતાનો આશીર્વાદ લેતા જોવા મળ્યા હતાં.
09:33 February 08
શાહીન બાગમાં મતદાતાઓની લાગી લાંબી લાઈનો
દિલ્હીના શાહીન બાગમાં મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શાહીન બાગ પબ્લિક શાળા ઓખલામાં મોટી સંખ્યામાં વોટર જોવા મળી રહ્યા છે. આપના અમાનતુલ્લાહ અહીંથી ઉમેદવાર છે. તેમનો સામનો કોંગ્રેસના પરવેઝ હાઝમી અને ભાજપના બ્રહ્મ સિંહ બિધુરી સામે છે.
09:32 February 08
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કર્યું મતદાન
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને સંઘના વરિષ્ઠ નેતા રામલાલે નિર્માણ ભવનમાં પોતાનો વોટ આપ્યો. આ સીટથી CM અરવિંદ કેજરીવાલ, ભાજપના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સભરવાલ ચૂંટણી લડી રહ્યા છે.
09:25 February 08
અમિત શાહે ટ્વીટ સૌને મતદાન કરવા આહ્વાન કર્યુ
અમિત શાહે ટ્વીટ સૌને મતદાન કરવા આહ્વાન કર્યુ.
09:15 February 08
70 બેઠક માટે સવારે 9 વાગ્યા સુધી 0.74% મતદાન
દિલ્હી ચૂંટણીઃ 70 બેઠક માટે સવારે 9 વાગ્યા સુધી 0.74% મતદાન નોંધાયું છે. બીજેપી નેતા પ્રવેશ શર્મા સહિત અનેક નેતાઓ મતદાન કરી સૌને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવી રહ્યાં છે.
08:58 February 08
દિલ્હી ચૂંટણીઃ વિદેશ પ્રધાન જયશંકરે મતદાન કર્યુ
NDMC મતદાન મથક પર પહોંચી વિદેશ પ્રધાન જયશંકરે મતદાન કર્યુ, અને લોકોને મતદાન સંદેશનો આપતાં કહ્યું કે, "મત આપવી એ દરેક નાગરિકની મૂળ ફરજ છે. જેણે આપણે સૌએ નિભાવવી જોઈએ."
08:47 February 08
દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાન કરવા PM મોદીએ કરી અપીલ
PM મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરી છે.
08:39 February 08
કેજરીવાલે ટ્વીટ કરી દિલ્હીવાસીઓને મતદાન કરવા સૂચન કર્યુ
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કરીને સૌને મતદાન કરવા હાકલ કરી છે.
07:25 February 08
દિલ્હીમાં 70 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આજે સૌ કોઈની નજર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર મંડાયેલી છે. ત્યારે રાજકીય પક્ષોમાં અણદેખી હરીફાઈના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સવારે 8 કલાકથી મતદાન શરૂ થવાનું. જેમાં દિલ્હીની 70 બેઠકોના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
જાણો દિલ્હી વિધાનસભા ચૂંટણીની ટૂંકી માહિતી.....
- કુલ મતદાતા - 1.46 કરોડ
- ચૂંટણી વ્યવસ્થામાં - 90,000 કર્મચારી
- 2,689 જગ્યાએ મતદાન
- 13,750 પોલિંગ બૂથ
- 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પોસ્ટલ બેલેટની સુવિધા
- મતદારોની જાગૃતતા માટે કાર્યક્રમ
- 11 વિધાનસભાઓમાં ફોટો વોટર સ્લિપ પર QR કોડ
- પોલિંગ બૂથ પર મોબાઈલ પ્રતિબંધ
- સરકારી કોલોનીયમાં વિશેષ મતદાતા શિબિર
- વૃદ્ધોને મતદાન મથકે લઈ જવાની વ્યવસ્થા
- 90000 જવાનો, જેમાં 50,000 દિલ્હી સરકારના
- અર્ધ સૈનિક બળોની 190 જૂથ
- દિલ્હી પોલીસની પીસીઆર વેન ટ્રાફિક પોલીસ પણ નજર રાખશે
- શાહીન બાગ અને ધરણાં સ્થળો પર વિશેષ સુવિધા
- મતદાર હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરીને મેળવી શકાશે જાણકારી
- રિયલ ટાઈમ મતદાનના આંકડાઓની મળશે જાણકારી
- બૂથ પર નાના બાળકો માટે ક્રેચની સુવિધા
- નેત્રહીન મતદારો માટે બ્રેપ લીપીમાં