ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિગ્વિજય સિંહે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, એન્ટી ડિફેક્શન કાયદામાં સુધારો કરવા કરી માગ - દિગ્વિજયસિંહની એન્ટિ-ડિફેક્શન કાયદામાં સુધારો કરવાની માગ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એન્ટિ-ડિફેક્શન કાયદામાં અસરકારક સુધારા કરવા કહ્યું છે. જેના માટે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિને વિનંતી કરતાં લખ્યું છે કે, ભારતીય લોકશાહીનું રક્ષણ કરવા માટે, એન્ટિ-ડિફેક્શન કાયદામાં ફેરફાર કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવા પહેલ કરવી જોઇએ.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહ
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહ

By

Published : Jul 28, 2020, 10:08 PM IST

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પત્ર લખ્યું છે.તેમણે પત્રમાં લખ્યું કે, દેશમાં સત્તાના લોભી એવા પ્રતિનિધિઓ દ્વારા, વ્યક્તિગત હિત માટે પક્ષોને બદલીને લોકશાહીને ખત્મ કરી રહ્યા છે.કોઈ પણ સંજોગોમાં, સત્તા મેળવવા માટે પાર્ટીમાં કરવામાં આવતા પરિવર્તનને કારણે ભારતીય લોકશાહી કલંકિત થઈ ગઈ છે. દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે માગ કરી છે કે એન્ટિ-ડિફેક્શન કાયદામાં અસરકારક સુધારા કરવામાં આવે.

દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પત્ર લખ્યો

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને લખેલા પત્રમાં દિગ્વિજયસિંહે કહ્યું છે કે , "પક્ષની વફાદારી લોકશાહીની સ્વસ્થ્ય પરંપરાનો ભાગ રહી છે. પરંતુ થોડા વર્ષોમાં રાજકીય પવિત્રતા ખંડિત થઈ રહી છે. પૈસા અને ખુરશીની લાલચમાં આવીને ધારાસભ્યો, સાંસદો જે રીતે રાજીનામું આપીને અથવા પાર્ટી બદલી રહ્યા છે,તે લોકશાહી સાથે ગેમ રમી રહ્યા છે. લોકશાહીમાં, સર્વોચ્ચ હોય તેવા લોકોને બોલાવવામાં આવે છે. પાર્ટી બદલવાથી સામાન્ય લોકો પર સૌથી વધુ અસર પડે છે. જે જન પ્રતિનિધિ જનતા જનાર્દન વિધાનસભા અથવા લોકસભા મોકલી રહી છે, તે હિતો પૂરા કરવાને હદલે પક્ષો બદલી રહ્યા છે."

એટલું જ નહીં, દિગ્વિજયસિંહે કહ્યું છે કે, 'રાજકીય હિતો અને સત્તાની ભૂખથી ઉપર ઉઠતા આ મામલાને ધ્યાનમાં લેવાની જરૂર છે.મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને ગોવા તેના ઉદાહરણ છે.ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે 'ભારતીય લોકશાહીને બચાવવાની જરૂર છે. દિગ્વિજયસિંહે રાષ્ટ્રપતિને વિનંતી કરતાં લખ્યું છે કે 'ભારતીય લોકશાહીને બચાવવા માટે એન્ટિ-ડિફેક્શન કાયદામાં ફેરફાર કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવા પહેલ કરવી જોઇએ'.

ABOUT THE AUTHOR

...view details