આ સાથે જ તેઓેએ કહ્યું કે દિગ્વિજય સિંહને ઇંદોર, જબલપુર અથવા ભોપાલથી ચૂંટણી લડવા કહેવામાં આવ્યું હતું. છેલ્લે ધડીએ નક્કી કરવામાં આવ્યું કે તે ભોપાલથી ચૂંટણી લડશે.
દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે: CM કમલનાથ - bhopal
ભોપાલ: મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે શનિવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહને ભોપાલ સંસદીય વિસ્તારમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન કમલનાથે શનિવારે પત્રકારો માટે આયોજિત એક સમારોહમાં કહ્યું કે, કેંન્દ્રીય ચૂંટણી અભિયાન સમિતિએ નક્કી કર્યુ છે કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે.
ફાઇલ ફોટો
કમલનાથે થોડા દિવસો પહેલાકહ્યું હતુ કે દિગ્વિજય સિંહે હરીફાઇવાળીૂબેઠકથી ચૂંટણી લડવીજોઇએ. કમલનાથ દ્વારા કહેલી વાત પર કેંન્દ્રિય ચૂંટણી અભિયાન સમિતિએ નક્કી કરી નાખ્યું હતું. ભોપાલ સંસદીય વિસ્તારમાં ઘણા સમયથી કોંગ્રેસને જીત મળી નથી.