ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસ દુબે એન્કાઉન્ટર અંગે દિગ્વિજય સિંહનું નિવેદન: કહ્યું, જેનો શક હતો તે જ થયું - વિકાસ દુબે એન્કાઉન્ટર પર કોંગ્રેસ

કાનપુર પોલીસોની હત્યા કેસના મુખ્ય આરોપી વિકાસ દુબેના એનકાઉન્ટર કેસમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને યુપી પોલીસ અને યોગી સરકારની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે.

દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ

By

Published : Jul 10, 2020, 3:42 PM IST

નવી દિલ્હી: કાનપુર હત્યા કેસના મુખ્ય આરોપી વિકાસ દુબેના એનકાઉન્ટર કેસમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને યુપી પોલીસ અને યોગી સરકારની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. દિગ્વિજયસિંહે પોતાના ટ્વિટમાં એ વાહનના અકસ્માત અંગે સવાલ ઉઠાવ્યા છે જેમાં વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો.

દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું, "જે વાતનો શક હતો તે જ થયું. તેમણે કહ્યું, વિકાસ દુબેના રાજકીય લોકો, પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે સંબંધ હતો તે હવે જાહેર નહીં થાય. છેલ્લા 3-4 દિવસમાં વિકાસ દુબેના 2 અન્ય સાથીઓના એન્કાઉન્ટર પણ થયા છે, પરંતુ ત્રણેય એન્કાઉન્ટરની રીત કેમ સમાન છે? "

તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, "વિકાસ દુબેએ આત્મસમર્પણ માટે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિર કેમ પસંદ કર્યું તે શોધવું જરૂરી છે. મધ્યપ્રદેશના કયા પ્રભાવશાળી વ્યક્તિના ભરોસા પર તે ઉત્તર પ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટે અહીં આવ્યો હતો?"

ગુરુવારે ઉજ્જૈનમાં ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ થયા પછી, દિગ્વિજયસિંહે કહ્યું હતું કે રાજકીય સમર્થન આપનારાઓ જ તેની હત્યા કરાવી શકે છે, તેથી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટીની તપાસ થવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details