જોધપુર: કોંગ્રેસના ટોચના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેૈસી ભાજપ માટે કામ કરે છે. કારણ કે, જ્યારે પણ તે ભડકાઉ ભાષણ આપે છે, ત્યારે ફાયદો ભાજપને થાય છે. મુસ્લિમ મતને વહેંચવાનો ફાયદો ભાજપને થાય છે.
દિગ્ગીએ કહ્યું- ઓવેૈસી ભાજપની B ટીમ, ચૂંટણી લડવા ભાજપ જ ફંટ આપે છે - Aimim અધ્યક્ષ અસદુદીન ઔવેૈસી
રાજકીય પક્ષોમાં એક બીજા પર આક્ષેપો કરવા તે તો જાણે એક ટ્રેેન્ડ બની ગયો છે. તેવી જ રીતે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપ પૈસા આપીને ઓવેૈસીને ચૂંટણી લડાવે છે. જેથી ભાજપને ફાયદો થાય છે.
રવિવારે જોધપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરતા દિગ્વિજયસિંહે કહ્યું કે, હું મુખ્યપ્રધાન હતો ત્યારે ધર્મના નામે હિંસા કરતા મુસ્લિમ સંગઠન અને બજરંગ દળ પર કાર્યવાહી કરતો હતો. કોંગ્રેસની મુસ્લિમ લીગ અને RSS બંને સંધર્ષ કરતી આવી છે.
વધુમાં કહેતા તમણે જણાવ્યું કે, હાલની જો રાજકીય બાબત વિશે કહું તો ઓવેૈસી જ્યારે પણ ભડકાઉ ભાષણ આપે છે, ત્યારે તેનો સીધો ફાયદો ભાજપને થાય છે. ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ પૈસા આપીને ચૂંટણી લડાવે છે. જેનાથી ઓવૈસી ભડકાઉ ભાષણ આપી મુસ્લિમ મત પોતાના તરફ રહે છે. જેનો સીધો ફાયદો ભાજપને થાય. હવે તે આગામી બિહારની ચૂંટણીમાં પણ જોવા મળશે.