ગુજરાત

gujarat

ETV Bharat / bharat

26 ઓગસ્ટના રોજ પદ્મનાભ સ્વામી મંદિરના દ્વાર ખોલવામાં આવશે

પદ્મનાભ સ્વામી મંદિરમાં 26 ઓગસ્ટથી શ્રદ્ધાળુ દર્શન કરી શકશે. શ્રદ્ધાળુ માટે વિવિધ મંદિરો ખોલવા અંગે મંદિર વ્યવસ્થાપન સમિતિએ થોડી શરતો સાથે શ્રદ્ધાળુને દર્શન કરવાની પરવાનગી આપી છે.

ETV BHARAT
26 ઓગસ્ટના રોજ પદ્મનાભ સ્વામી મંદિરના દ્વાર ખોલવામાં આવશે

By

Published : Aug 23, 2020, 5:23 AM IST

તિરુવનંતપુરમ: પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરને શ્રદ્ધાળુઓ માટે 26 ઓગસ્ટના રોજ ખોલવામાં આવશે. દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓએ કોવિડ-19ના નિયમોનું કડક પાલન કરવું પડશે.

શ્રદ્ધાળુઓએ દર્શન માટે એક દિવસ પહેલા મંદિરની વેબસાઇટ પરથી ઓનલાઇન બુકિંગ કરવું પડશે. દર્શન માટે આવવા સમયે આધારકાર્ડ અને ઓનલાઇન બુકિંગની એક નકલ સાથે રાખવી પડશે.

દર્શન માટે આવનારાઓએ માસ્ક પહેરવા પડશે અને સાબુથી હાથ ધોવા પડશે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ સંક્રમણ વધવાના કારણે મંદિર 21 માર્ચથી બંધ રાખવામાં આવ્યું હતું.

શ્રદ્ધાળુ માટે વિવિધ મંદિરો ખોલવા અંગે મંદિર વ્યવસ્થાપન સમિતિએ થોડી શરતો સાથે શ્રદ્ધાળુને દર્શન કરવાની પરવાનગી આપી છે.

મંદિર દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.

કાર્યકારી અધિકારી વી.રતીશને જણાવ્યું હતું કે, એક સમયે ફક્ત 35 શ્રદ્ધાળુ અને એક દિવસમાં મહત્તમ 665 લોકોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details