હરિદ્વાર: લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ધાર્મિક સ્થળ ખુલતાની સાથે જ ભક્તો મંદિરોમાં પૂજા-અર્ચના માટે પહોંચી રહ્યા છે. હરિદ્વારમાં મંદિરોને સેનિટાઈઝ કર્યા પછી જ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કોરોનાથી બચવા માટે ભક્તોની સાથે-સાથે ભગવાન પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
હરિદ્વાર: કોરોનાથી બચાવવા માટે ભક્તોએ ભગવાનને માસ્ક પહેરાવ્યાં - કોરોનાથી બચાવવા માટે ભક્તોએ ભગવાનને માસ્ક પહેરાવ્યાં
હરિદ્વારના શિવ મંદિરમાં ભક્તોએ ભગવાન શંકર અને માતા પાર્વતીને કોરોનાથી બચાવવા માટે માસ્ક પહેરાવ્યાં છે. આ ઉપરાંત લોકડાઉન ખુલ્યા બાદ મંદિરને સેનિટાઈઝ કરીને ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
હરિદ્વાર: કોરોનાથી બચાવવા માટે ભક્તોએ ભગવાનને માસ્ક પહેરાવ્યાં
મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોનું કહેવું છે કે, મંદિર બંધ થવાને કારણે ભગવાનના દર્શન નહોતા થતાં. જેથી કોરોના વિરુદ્ધ લડવાની શક્તિ નહોતી મળતી. હવે ભગવાનના દર્શન થઇ ગયાં છે, તો હવે કોરોના વિરુદ્ધ લડવામાં શક્તિ મળી જશે.
TAGGED:
god wore mask in haridwar