આ ઘટનાક્રમ એવા સમયમાં થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધને સરકાર રચી છે. ફડણવીસ નાગપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટમાં 1 નવેમ્બરના રોજ એક અપીલ પર ફરીથી સુનાવણી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપા નેતા વિરુદ્ધ કથિત રીતે માહિતી છુપાવવા માટે કાયદાકીય કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
વકીલ સતીશ ઉકેએ કોર્ટમાં એક અરજી દાખલ કરી ફડણવીસ વિરુદ્ધના ગુનાહિત કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી. મુંબઈ હાઈકોર્ટે ઉકેની અરજી ફગાવવા માટે નિચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો પરંતુ હાઈકોર્ટે 1 ઓક્ટોબરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે ઉકે દ્વારા મોકલવામાં આવેલી અરજી પર સુનાવણી માટે સામે આવવાનો આદેશ આપ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી એફિડેવિટમાં પોતાની પર ચાલી રહેલા બે અપરાધિક કેસની જાણકારી નહોતી આપી. અરજી કરનારની દલીલ હતી કે ફડણવીસને આવું કરીને જનપ્રતિનિધિત્વ કાયદા 1951ની કલમ 125Aનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં નીચલી કોર્ટ અને હાઈકોર્ટએ કહ્યું હતું કે, ફડણવીસની વિરુદ્ધ પહેલી નજરમાં કોઈ મામલો બનતો નથી.
વકીલ દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે ફડણવીસે પોતાના ચૂંટણી સોંગદનામામાં બે ફોજદારી કેસની જાણકારી છુપાવી હતી. જો કે આ મામલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નાગપુરની મેજિસ્ટ્રેટ કોર્ટે ફડણવીસ વિરુધ્ધ સમન્સ જારી કર્યું છે.