ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં રૂપિયા 400 કરોડનું કૌભાંડ, ફડણવીસે કરી તપાસની માગ - દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની યોજના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) માં 400 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. વિધાનસભાના વિપક્ષ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે NHMમાં ​​નોકરીના નામે રૂપિયા 400 કરોડનું કૌભાંડ આચરાયું છે જેની તપાસ થવી જોઇએ. આ મામલે ફડણવીસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં રૂપિયા 400 કરોડનું કૌભાંડ, ફડણવીસે કરી તપાસની માગ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં રૂપિયા 400 કરોડનું કૌભાંડ, ફડણવીસે કરી તપાસની માગ

By

Published : Oct 29, 2020, 9:27 AM IST

  • પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૂક્યો આરોપ
  • રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં 400 કરોડ રૂપિયાનું કૌભાંડ

મુંબઇ: વરિષ્ઠ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે આરોપ મૂક્યો છે કે મહારાષ્ટ્રમાં કેટલાક લોકો રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં નોકરી અપાવવાના બહાને લાંચ લઇ લોકોને લૂંટી રહ્યા છે. આ લગભગ રૂપિયા 300થી 400 કરોડનું કૌભાંડ છે.

ફડણવીસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે કેટલાક લોકો રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધીની લાંચની માગણી કરતા હોવાની ઓડિયો ક્લીપ ફરતી થઇ હોવાનો દેવેન્દ્ર ફડણવીસે આરોપ મૂક્યો છે. લગભગ 20,000 જેટલા લોકો આ મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે. આ યોજના કેન્દ્ર સરકારની છે પરંતુ તેનુ નિયમન રાજ્ય સરકાર હસ્તક છે.

લાંચિયા અધિકારીઓની ઓડિયો ક્લીપ થઇ ફરતી

"ઘણા એવા લોકો છે જેમણે આ મિશનમાં કાયમી નોકરી મેળવવા માટે લોન લીધી છે." ફડનવીસે જણાવ્યું, "જો આવા એક જ મિશનમાં કૌભાંડની રકમ 300થી 400 સુધી પહોચી શકતી હોય તો વિચારો દેશના આરોગ્ય વિભાગમાં આવા કેટલાય કૌભાંડો ચાલતા હશે." તેમણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી 3 ઓડિયો ક્લીપ્સ મોકલી રહ્યા છે તેમ જણાવ્યું હતું, તેમના મુજબ આ 3 ઓડિયો ક્લીપ્સમાં લાંચની માગણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details