ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે શ્રીનગરમાં 14 વર્ષ બાદ BSFને કરી તૈનાત

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા હુમલામાં જવાનોની શહાદતને કારણે કેન્દ્ર સરકાર દ્વારા શ્રીનગરમાં 14 વર્ષ બાદ સીમા સુરક્ષા બળ(BSF)ને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે BSFની 100 કંપનીઓ જમ્મુ-કાશ્મીરમાં બોલાવી છે. કેન્દ્રના ગૃહમંત્રાલયના સુત્રોએ દિલ્હીમાં જણાવ્યું હતું કે, 35 BSF સહિતની આ અર્ધલશ્કરી દળની 100 કંપનીઓને લોકસભાની ચૂંટણી પહેલાં નિયમિત પ્રેક્ટિસ હેઠળ તૈનાત કરવામાં આવી રહી છે.

By

Published : Feb 24, 2019, 12:40 PM IST

પ્રતિકાત્મક ફોટો

વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, BSFને 14 વર્ષ બાદ ઘાટીમાં પરત બોલાવવામાં આવ્યા છે. 2016માં અશાંતિ કારણે થોડા સમય માટે કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ તુરંત તેને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતાં. પુલવામા હુમલાને લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કડવા સંબંધોને કારણે BSF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

જો કે સરકાર અલગાવવાદીઓ વિરુદ્ધ એક મોટી ઝુંબેશ ચલાવી રહી છે અને 150થી વધુ લોકોની ધરકપડ પણ કરી છે. જેમાં ખાલસ કરી જમાત-એ-ઈસ્લામી જમ્મુ કાશ્મીર સામેલ છે. આ સંગઠનના મુખ્યા અબ્દુલ હમીદ ફયાજની પણ ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ ઉમેર્યું કે, શ્રીનગરમાં ચાર અને બડગામ જિલ્લામાં એક જગ્યાએ CRPF ને બદલે BSF ને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે "BSF આઇ.ટી.બી.પી.ની કંપનીઓ સાથે મળી કાશ્મીર પ્રદેશમાં સ્થિત CRPF કંપનીઓની રક્ષા કરવાની ફરજ બજાવશે."

ABOUT THE AUTHOR

...view details