હકીકતે, ૯૮% માટે ડેન્ગ્યુ માત્ર તાવ તરીકે આવે છે અને ચાલ્યો જાય છે. કેટલીક વાર લોકોને તેની સતામણી વિશે જાગૃતિ પણ નથી હોતી. માત્ર એક ટકા દર્દીઓમાં તે ગંભીર રોગ તરીકે દેખા દે છે. વર્તમાન મૃત્યુઓ માટે, આ શ્રેણી સમસ્યા છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો મોટા ભાગની સમસ્યાઓ અટકાવી શકાય છે. જો મચ્છર ન કરડે તે માટે સાવધાની રાખવામાં આવે તો આપણે અસર પામવાથી બચી શકીએ છીએ. આથી જ ડેન્ગ્યુ વિશે જાગૃતિ જરૂરી છે અને સાવધ રહેવાની જરૂર છે.
ડેન્ગ્યુનો ઉદ્ભવ ક્યાં થયો?
- ડેન્ગ્યુનું મૂળ કારણ ફ્લેવિવાઇરસ છે. આમાં, ચાર પ્રકાર છે – ડેન્ગ્યુ ૧, ડેન્ગ્યુ ૨, ડેન્ગ્યુ ૩, ડેન્ગ્યુ ૪. તેઓ માદા મચ્છર-એડીસ એજિપ્તીના કરડવાથી ફેલાય છે. જો કોઈને આ પૈકી એક પ્રકારનો ડેન્ગ્યુ થાય તો તેને તે તાવ ફરીથી નહીં આવે, પરંતુ જો તેને અન્ય પ્રકારનાં મચ્છર કરડે તો તેને તે થઈ શકે છે. આનો અર્થ થાય છે કે એક વ્યક્તિને જીવનમાં ચાર વખત ડેન્ગ્યુ થવાની સંભાવના રહેલી છે. જો તેને અન્ય પ્રકારના વાઇરસથી બીજી વખત તાવ આવે તો તે ખૂબ ગંભીર હોઈ શકે છે.
મચ્છર કરડે તે દરેક વ્યક્તિને તે થઈ શકે?
- ના. સમસ્યા તો જ થાય જો જે મચ્છર કરડે તેમાં ડેન્ગ્યુનું કારણરૂપ વાઇરસ હોય. જો તે વાઇરસ હોય તો પણ તાવ આવવાની કોઈ સંભાવના નથી. આનું કારણ એ છે કે તે વ્યક્તિને કેટલાક સમય પહેલાં ડેન્ગ્યુ થયો હોઈ શકે છે. તેની સાથે વાઇરસ સામે લડવાના રોગપ્રતિકારક (એન્ટી બૉડી) શરીરમાં હાજર હોઈ શકે છે. ડેન્ગ્યુનો વાઇરસ શરીરમાં દાખલ થાય તો પણ કંઈ બધાં લોકોને તાવનાં લક્ષણો દેખાતાં નથી. માત્ર ૧૦% લોકોમાં જ આ લક્ષણો દેખાય છે. મોટા ભાગના લોકો માટે એક અથવા બે લક્ષણો હોઈ શકે છે. કેટલાકને માથાનો ભારે દુઃખાવો અને શરીર તૂટતું હોય તેમ લાગી શકે છે.
હૉસ્પિટલમાં ક્યારે દાખલ થવું?
- જ્યારે પેટમાં દુઃખાવો થાય, સતત ઉલટી થાય, પેટ અને છાતીમાં પ્રવાહી ભરાઈ જાય, થાક લાગે, યકૃત (લિવર) મોટું થાય વગેરે લક્ષણો દેખાય ત્યારે દર્દીએ હૉસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવી જોઈએ. જો બ્લડ પ્રૅશર ઘટી જાય, અનિયંત્રિત રક્તસ્ત્રાવ શરૂ થાય, કોઈ અવયવ નિષ્ફળ થવાના સંકેતો (છાતીમાં દુઃખાવો, શ્વાસની સમસ્યા, આંચકીઓ, વગેરે) દેખાય, તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં કોઈ વિલંબ કરવો જોઈએ નહીં. ડાયાબિટીસ, હાઇપર ટૅન્શન, પેટમાં ચાંદા, એનેમિયા, સગર્ભાઓ, મેદસ્વી લોકો, એક વર્ષ કરતાં નાની ઉંમરનું શિશુ, વૃદ્ધો, વગેરે લોકોને ડેન્ગ્યુ ગંભીર રીતે અસર કરી શકે છે. આથી જો લક્ષણો સ્પષ્ટ ન હોય તો પણ આવા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા જોઈએ અને તેમની સારવાર કરાવવી જોઈએ.
પરિસ્થિતિ પ્રમાણે સારવાર
- પેરાસિટામોલ માત્ર મધ્યમ તાવ માટે જ પૂરતી છે. જો ઉલટી ન થતી હોય તો ઓઆરએસ પ્રવાહી ચાલુ રાખવું જોઈએ. ખાસ કરીને બાળકોની કાળજી લેવી જોઈએ. તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. જો પ્લેટલેટ કોષો ઘટતા જતા હોય, લોહી જાડું થતું હોય- આવાં લક્ષણો દેખાતાં હોય તો હિમેટોક્રિટ/પેક્ડ સેલ વૉલ્યૂમ, પ્લેટલેટ કોષોને જાણવા લોહીનું પરીક્ષણ જેવાં ટેસ્ટ સમયાંતરે કરવા જોઈએ. જો મોઢેથી ખોરાક ન લઈ શકાતો હોય કે હિમોગ્લૉબિન વધી ગયું હોય કે બ્લડ પ્રૅશરમાં ઘટાડો હોય તો સેલાઇન આપવો જોઈએ. જો કોઈને ફેફસાંમાં પ્રવાહી ગળવાના (લીકેજ)ના કારણે શ્વાસ લેવામાં સમસ્યા હોય તો વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી જોઈએ અને સારવાર ચાલુ કરવી જોઈએ. ફેફસાં અને પેટમાંથી પ્રવાહી કાઢવાના કોઈ પ્રયાસો ન કરવા જોઈએ. જો તેમ કરાય તો રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે. જો લિવર અને હૃદય જેવાં અવયવોને નુકસાન થયું હોય તો તે મુજબ, સારવાર કરવી જોઈએ.
હૉસ્પિટલમાંથી રજા ક્યારે થશે?
- પેરાસિટામૉલની એક પણ ગોળી લીધા વગર સતત બે દિવસ જો તાવ ન આવે તો.
- જ્યારે ભૂખ લાગવા માંડે ત્યારે.
- જ્યારે ધબકારાનો દર, શ્વાસોચ્છવાસનો દર અને બ્લડ પ્રૅશર સામાન્ય બને.
- જ્યારે મૂત્રછૂટ મુક્ત રીતે થાય.
- જ્યારે પ્લેટલેટ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ કરતાં વધુ હોય, આદર્શ રીતે એક લાખ કરતાં વધુ.
- જ્યારે હિમેટોક્રિટ સ્તર સેલાઇન લીધા વગર સામાન્ય હોય.
સાજા થવાનો તબક્કો કયો છે?
- તાવ ઘટી જાય પછી, પ્લેટલેટ કોષની સંખ્યા ત્રણ-પાંચ દિવસની અંદર વધી જશે. ધબકારાનો દર, બ્લડ પ્રૅશર, શ્વાસોચ્છવાસ, સામાન્ય થઈ જવા જોઈએ. ઉલટી બંધ થવી જોઈએ, પેટમાં દુઃખાવો બંધ થવો જોઈએ,
- પેશાબ છૂટથી ઉતરવો જોઈએ, હિમોગ્લૉબિનનું સ્તર એકસરખું રહેવું જોઈએ. આવું થાય તો તે બતાવે છે કે તાવ ઉતરવામાં છે.
- કેટલાક લોકો માટે, ત્વચા પર ફોડલા પણ દૂર થઈ શકે છે અને તેમને ખંજવાળ આવી શકે છે. તેનાથી ડરવાની જરૂર નથી.
- લક્ષણો-અલગ-અલગ હોઈ શકે છે
- મચ્છર કરડે પછી ત્રણથી ૧૪ દિવસની અંદર ડેન્ગ્યુનો ચેપ ઉભરી શકે છે. આ શરૂઆતના નાજુક, રાહતના તબક્કાઓ હશે.
- પ્રથમ તબક્કાના પાંચ દિવસોમાં, નાજુક તબક્કો બે-ત્રણ દિવસોનો હશે.