કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂલ જિલ્લામાં સ્થિત શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં વિરોધ પ્રદર્શનના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મેળાના ગ્રાઉન્ડ નજીક દિવાલ નિર્માણનું કામ શરું હતું, જેને લઇ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. હજારો લોકોએ એક સાથે ભેગા મળીને આ દિવાલને તોડી પાડી હતી. આ દરમિયાન દિવાલ નિર્માણ માટેની સામગ્રીને પણ તોડવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં તોડફોડ - સ્થાનિકો દ્વારા વિરોધ
પશ્ચિમ બંગાળના બીરભૂલ જિલ્લા સ્થિત શાંતિ નિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ એક ગ્રાઉન્ડમાં દિવાલ નિર્માણનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે.
વિશ્વભારતી યુનિવર્સિટી
લોકોએ કેમ્પસની પાસે નિર્માણ સ્થળ પર ઇંટ અને સીમેન્ટ પણ ફેંકી દીધી હતી. આ મામલે જબરદસ્ત હોબાળો થયો હતો.
મળતી જાણકારી અનુસાર વિશ્વભારતી યુનિવર્સિટી પ્રશાસનના ગત અઠવાડિયે એક દિવાલનું નિર્માણ કામ શરું કરવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન સ્થાનિક લોકોએ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રર્દશન કર્યું હતું. આ દરમિયાન પ્રર્દશનકારીઓએ હંગામો કર્યો હતો.