નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ ની અધ્યક્ષતા હેઠળની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું છે કે, આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને કાપડ મંત્રાલય દ્વારા પહેલેથી ગાઇડલાઇન્સ આપવામાં આવી છે આથી આ સંદર્ભે કોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી.
બનાવટી PPE કીટ બનાવનારા વિરુદ્ધ પગલાની માગ કરતી અરજી ફગાવાઈ - કોરોના વાઇરસ સંક્રમણ
દિલ્હી હાઈકોર્ટે બનાવટી PPE કીટ બનાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે.
કોર્ટે જણાવ્યું હતું કે, જો ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો અરજીમાં તેને પક્ષકાર બનાવવો જરૂરી છે જેથી કોર્ટ તેને નોટિસ ફટકારી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. કોર્ટે અરજીકર્તાને ઉચિત ફોરમ સમક્ષ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
અમિત જૈન નામના વકીલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. કોરોના કીટના રૂપે ખરાબ PPE કીટ સપ્લાય કરનારા વિરુદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ પગલા લેવાની માગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે પહેલા પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત આ વિશે કોઈ દંડની જોગવાઈ પણ નથી તેમ પણ જણાવવામાં આવ્યું હતું. કાપડ મંત્રાલય દ્વારા PPE કીટની ગુણવત્તા અંગે દિશાનિર્દેશ જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.