ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં દારૂનું ઓનલાઇન વેચાણ થાય તેવી અરજી કરાઇ દાખલ

કોરોના વાઇરસ મહામારી વચ્ચે દિલ્હીમાં દારૂની દુકાનો પાસે ભારે ભીડને નિયંત્રિત કરવા અને તે સ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે દિશા-નિર્દેશો જાહેર કરતી એક માગ અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

By

Published : May 7, 2020, 3:20 PM IST

Etv Bharat, Gujarati News, Delhi HC, Online Liquor
Demand for online or token delivery of liquor

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારી વચ્ચે દિલ્હીમાં દારૂની દુકાનો પાસે ભારે ભીડને નિયંત્રિત કરવા અને તે સ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે દિશા-નિર્દેશો જાહેર કરતી એક માગ અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દારૂની ડિલીવરી ટોકન દ્વારા અથવા ઓનલાઇન ઓર્ડર દ્વારા ગ્રાહકો સુધી કરવામાં આવે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી

આ અરજી વકીલ સિમરન કોહલી અને અભિષેક ભગતે દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના 45 દિવસ વિત્યા બાદ દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે. દારુની દુકાનો પર હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે અને તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થતું નથી. તેને લીધે પોલીસ ભીડને નિયંત્રિત કરવા માટે કેટલીય જગ્યાઆએ લાઠીચાર્જ કરી રહી છે.

ઓનલાઇન ડિલીવરી અને ટોકન સિસ્ટમથી મળે દારૂ

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અત્યારે દારૂની દુકાનો બંધ કરવી તે પગલું ઉધું થશે, કારણ કે, તેથી સરકારને વધુ મહેસુલની પ્રાપ્તિ થશે. આ માટે સરકાર દારૂનું ઓનલાઇન ડિલીવરીના ઉપાયો પર વિચાર કરે જેમાં ગ્રાહકોની ઉંમરનું વેરિફિકેશન થઇ શકે, આ અરજીમાં વધુમાં કહ્યું છે કે, ઓનલાઇન ડિલીવરી ઉપરાંત દારૂ લેવા માટે ટોકન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી શકે છે અથવા ટોકન ઓનલાઇન જાહેર કરવામાં આવે જેના પર નંબર અને સમય અંકિત હોય. તેનાથી દારૂની દુકાન પર એક સમયે કોઇ વધુ ભીડ રહેશે નહીં.

દારૂની માત્રા અને ડિલીવરીનો સમય નક્કી કરે સરકાર

આ અરજીમાં એમ પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, સરકાર પોતાની રીતે દારૂની માત્રા અને ડિલીવરીનો સમય નક્કી કરી શકે છે. આ ઉપરાંત દારૂની દુકાનો માટે 3-4 મુવમેન્ટ પાસ જાહેર કરી શકે છે, જેથી તે પોતાના લોકો દ્વારા ગ્રાહકોને આ દારૂની ડિલીવરી કરી શકે.

ABOUT THE AUTHOR

...view details