ગુજરાત

gujarat

By

Published : May 17, 2020, 12:25 PM IST

ETV Bharat / bharat

શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી પલામુ પહોંચેલી મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

મહારાષ્ટ્રથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા પલામુ પહોંચેલી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ ડોકટરોની વિશેષ ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, રવિવારે 1 હજાર 600 જેટલા સ્થળાંતર મજૂરો પહોંચ્યા હતા.

શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી પલામુ પહોંચેલી એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો
શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી પલામુ પહોંચેલી એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

પલામુ: મહારાષ્ટ્રના પલામુના દાલટનગંજ પહોંચી એક મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલા બોકારોના ગોમિયાની રહેવાસી છે અને તેનુ પિયર લાતેહરના મહુઆડાંડમાં રહે છે.

મહિલા રૂપા દેવી રવિવારે સવારે 3 વાગ્યે મજૂર વિશેષ ટ્રેન દ્વારા મહારાષ્ટ્રના પનવેલથી દાલટનગંજ રેલ્વે સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાંથી ઉતર્યા બાદ મહિલાને પ્રસુતીપીડા થઇ હતી. તે જ સમયે અધિકારીઓએ એમ્બ્યુલન્સને પલામુ મેડિકલ હોસ્પિટલમાં બોલાવી હતી. જે બાદ મહિલાએ પલામુ મેડિકલ હોસ્પિટલમાં સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે, ડોકટરોની એક વિશેષ ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details