નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે દિલ્હીના બદપરપુરમાં ફસાયેલા તમિલનાડુના પ્રવાસી શ્રમિકોના એક જૂથને ટ્રેન દ્વારા તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે કહ્યું કે, આજે કામદારોની પ્રથમ સમૂહને ટ્રેન દ્વારા તમિલનાડુ મોકલવામાં આવ્યા છે અને આગળ પણ કામદારોને તેમના રાજ્યોમાં મોકલવામાં આવશે.
દિલ્હી કોંગ્રેસે તામિલનાડુના કામદારોને ટ્રેન દ્વારા વતન મોકલ્યા
ચૌધરી અનિલ કુમારે કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને જેવી આ તમિલ લોકો વિશે જાણ થઇ તો તુરંત જ દિલ્હી કોંગ્રેસે તે કામદારોને તાત્કાલિક તમિલનાડુ મોકલવાની વ્યવસ્થા કરી હતી.
ચૌધરી અનિલ કુમારે કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને જેવી તમિલ લોકો વિસે જાણ થતાં જ દિલ્હી કોંગ્રેસે તે શ્રમિકોને તાત્કાલિક અસરથી તમિલનાડુ મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ કામદારો બદરપુરમાં એક જગ્યાએ જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં, જ્યારે દિલ્હી સરકારે તેમની મદદ માટે કોઈ પહેલ કરી નહોતી.
તેમણે કહ્યું કે, ગરીબ પ્રવાસી શ્રમિકોની પીડા એટલી ભયાનક છે કે લોકડાઉનને કારણે તેઓ પાસે ઘરનું ભાડુ ચૂકવવા અને જમવા માટે પણ પૈસા બાકી ન હતાં. તેમણે કહ્યું કે, જો દિલ્હી સરકાર કામદારોની મુસાફરીનું ભાડુ નહીં આપે તો દિલ્હી કોંગ્રેસ પ્રવાસી શ્રમિકોની મુસાફરીનો ખર્ચ ઉઠાવશે.