ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ગત્ત છ મહીનામાં પીએમ 10નું સ્તર સૌથી ઓછું - Corona Latest News

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગત્ત 18 ઓગસ્ટ બાદથી પીએમ 10નું (હવામાં સુક્ષ્મ કણ) સ્તર ઓછું આંકવામાં આવ્યું છે. બે દિવસથી વરસી રહેલા ઝરમર વરસાદને કારણે શનિવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જાણો શું છે સમાચાર...

Etv BHarat, GUjarati News, Delhi News, Corona Virus
Delhi Pollution News

By

Published : Mar 28, 2020, 8:51 PM IST

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે સવારે સ્વચ્છ આકાશમાં ચમકતો સુરજ જોવા મળ્યો હતો. બે દિવસથી વરસી રહેલા ઝરમર વરસાદને કારણે શનિવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

વધુમાં જણાવીએ તો દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગત્ત 18 ઓગસ્ટ બાદથી પીએમ 10નું સ્તર સૌથી ઓછું જોવા મળ્યું હતું.

દિલ્હી- એનસીઆરમાં સવારે 10 કલાકે પીએમ 10નું સ્તર 32.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર જોવા મળ્યું હતું, જે ગત્ત 18 ઓગસ્ટે નોંધાયેલા 15.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર બાદનું સૌથી ઓછું છે.

શહેરમાં હવાની ગુણવત્તાનો સુચકઆંક 40 પર રહ્યો, જે સારી શ્રેણીમાં આવે છે. પર્યાવરણ અને મોસમ વિશેષજ્ઞોએ વાયુની ગુણવત્તામાં સુધારાનો શ્રેય કોરોના વાઇરસના પ્રસારની રોકવાને ધ્યાને રાખીને 21 દિવસ માટેના લૉકડાઉન, વરસાદ અને પશ્ચિમી વિક્ષોભને કાણે ભારે પવનને આપ્યો છે.

તેમણે કહ્યું કે, લૉકડાઉનને લીધે ચાલતા વાહનોથી થનારા પ્રદુષણ અને નિર્માણ કાર્યો પર રોક લાગવાથી વાયુ ગુણવત્તા સુચકઆંક સારો અને સંતોષજનકની શ્રેણીમાં રહેવાની આશા વ્યક્ત કરી છે. પ્રદુષણના આ સ્થાનીય સ્ત્રોતોમાં ઓછી અસર જોવા મળી હતી.

મહત્વનું છે કે, દિલ્હીમાં શનિવારે ઓછું તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં માર્ચ દરમિયાન 109.6 મિલીમીટરનું અત્યાર સુધીનું ઉચ્ચ સ્તર નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details