નવી દિલ્હી: દિલ્હી પોલીસે અખબાર વેચનાર માટે WhatsApp નંબર જાહેર કર્યા છે. જેથી તેઓ પોતાના ઘરોથી જ પોતાનો કર્ફ્યૂ પાસ મેળવી શકે. દિલ્હી પોલીસ પ્રવક્તા અનિલ મિત્તલે શનિવારે કહ્યું હતું કે, બધા પોલીસ સ્ટેશન પ્રભારીઓને અખબારોનું વિતરણ કરતા લોકોને રોક્યા વગર જલદીથી કર્ફ્યુ પાસ આપી દેવામાં આવે.
તેમણે કહ્યું કે, "દેશવ્યાપી લોકડાઉનને લીધે સવારે અખબારોનું વિતરણ કરતી વખતે સમાચાર વેચનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ માટેની વસ્તુઓ સરળ બનાવવા માટે દરેક જિલ્લામાં બે વોટ્સએપ નંબર જારી કર્યા છે. જેના પર સમાચાર પત્ર વેચનાર લોકોને કર્ફ્યુ પાસ મળી રહેશે.
આ અંગે પોલિસે વધુમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો એડિશનલ ડીસીપીની કચેરીએ પાસ લેવા માટે આવી રહ્યાં હતા. આ ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્ટનો ભંગ થતો હતો. જેથી આવો નિર્ણય લેવાયો છે. અમે દરેક જિલ્લાના સંબંધિત એડિશનલ ડીસીપીને વોટ્સએપ પરના દસ્તાવેજોની ચકાસણી કરવા અને કર્ફ્યુ પાસ વિતરણ કરવા જણાવ્યું છે.
આ વોટ્સએપ નંબર
- પૂર્વ દિલ્હી- 8447200084/8375878007
- ઉત્તર પૂર્વ દિલ્હી- 9540895489/8860425666
- મધ્ય દિલ્હી- 7428336279/7428210711
- નવી દિલ્હી- 9540675392/9873743727
- ઉત્તર દિલ્હી- 8595298706/8595354861
- દક્ષિણ પૂર્વ દિલ્હી- 8595246396/8595258871
- પશ્ચિમ દિલ્હી- 9414320064/8595252581
- દક્ષિણ દિલ્હી- 9599649266/9643150027
- દક્ષિણ પશ્ચિમ દિલ્હી- 9971518387/9971526953
- ઉત્તર પશ્ચિમ દિલ્હી- 8595559117/8595543375