ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસ હેલ્પલાઈનનમાં છેલ્લા 24 કલાકમાં 1011 કોલ આવ્યા - દિલ્હી પોલીસ હેલ્પલાઈનન

લોકડાઉન સંબંધિત સમસ્યાઓ હલ કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજાર 352 કોલ આવ્યા છે.

ૂબપૂ
ૂુૂવ

By

Published : Apr 4, 2020, 5:01 PM IST

નવી દિલ્હી: લોકડાઉન સંબંધિત સમસ્યાઓ હલ કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર 23469526 બહાર પાડવામાં આવ્યો હતો. જેના પર, દિલ્હી પોલીસને અત્યાર સુધીમાં 10 હજાર 352 કોલ આવ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન આ હેલ્પલાઇન નંબર પર કુલ 1011 કોલ્સ આવ્યા છે.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન હેલ્પલાઈન નંબર પર આવેલા 199 કોલ્સ દિલ્હીની બહારના હતા. જેને સંબંધિત રાજ્યોના હેલ્પલાઈન નંબર પર મોકલવામાં આવ્યા છે. 16 કોલ નો ફૂડ નો મની માટેંં હતા, જે તેમના એડ્રેસ પર રાહત માટે સીધા વિવિધ એનજીઓને મોકલવામાં આવ્યા છે. 4 કૉલ્સ તબીબી સમસ્યાઓ પર આધારિત હતા જે યોગ્ય સલાહ દ્વારા ઉકેલી લેવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોક-ડાઉન દરમિયાન, 400થી વધુ એનજીઓની મદદથી દિલ્હીના તમામ 15 જિલ્લામાં ફૂડ ડિલિવરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. આના દ્વારા દિલ્હીમાં 250 સ્થળો પર દરરોજ 2 લાખથી વધુ લોકોને જમાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details