ગુજરાત

gujarat

By

Published : Apr 9, 2020, 9:55 AM IST

ETV Bharat / bharat

કોરોના ફેલાવવાના આરોપસર દિલ્હીમાં બે મહિલા ડોક્ટરો પર હુમલો

એક વ્યક્તિએ કોરોના વાઈરસ ફેલાવવાનો આક્ષેપ કરતાં કરિયાણાની ખરીદી માટે નીકળેલી બે મહિલા ડોક્ટરો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી હુમલાખોર ભાગી ગયો હતો. આ ઘટના બાદ મહિલા ડૉક્ટરોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

coronavirus'
coronavirus'

નવી દિલ્હી: સફદરજંગ હોસ્પિટલની બે મહિલા ડોકટરો પર હુમલો કરવાના આરોપસર ગુરુવારે દિલ્હીના ગૌતમ નગરના રહેવાસી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બુધવારે રાત્રે બંને ડોકટરો નજીકની દુકાનમાંથી કરિયાણા ખરીદી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ડોક્ટરોએ હૌજ ખાસ પોલીસનો સંપર્ક કર્યો, જેના પગલે કેસ નોંધ્યો હતો અને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. નાયબ પોલીસ કમિશનર (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, અમે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી ચાલું છે.

સફદરજંગ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડો.મનીષ કુમારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "બંને ડોકટરોને ઇમર્જન્સી વોર્ડમાં ફરજ બજાવતા હતા. તેઓ શાકભાજી ખરીદતા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને કોરોના વાઈરસ ફેલાવવાનો આરોપ મુકીને એક બાજુ હટાવવાનું કહ્યું."

મળતી માહિતી પ્રમાણે "જ્યારે ડોકટરોએ બચાવ કર્યો ત્યારે તે વ્યક્તિએ દલીલ કરી, તેમને થપ્પડ મારી અને હાથ મચડ્યો. સ્થાનિક રહેવાસીઓએ દખલ કરી ડોકટરોને બચાવ્યા. તે દરમિયાન તકનો લાભ લઈ આરોપી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો."

ABOUT THE AUTHOR

...view details