ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની જનકપુરી હોસ્ટેલમાં લાગી આગ, 6 વિદ્યાર્થિનીઓ બેભાન - ElectricPenal

નવી દિલ્લી: હજુ સુરતમાં બનેલી આગની ઘટના પડઘા શાંત થયા નથી. ત્યારે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં ગલ્સૅ હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે.

દિલ્હીની જનકપુરી હોસ્ટેલમાં લાગી આગ

By

Published : May 29, 2019, 11:30 AM IST

Updated : May 29, 2019, 12:55 PM IST

ધુમાડો જોઈ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં 50 વિદ્યાર્થિનીઓને રેસ્કયુ કરવામાં આવી હતી. જેમાં 6 વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાંથી છલાંગ મારી હતી, જે ઘાયલ થઈ હતી.

ગલ્સૅ હોસ્ટેલ

ઈલેકટ્રિક પેનલમાં આગ લાગી હતી. ગલ્સૅ હોસ્ટેલ જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે A-1 બ્લૉકમાં છે. માહિતી અનુસાર, પ્રથમ માળે મેન ગેટ બંધ હતો. જેને લઈ આગનો ઘુમાડો ફેલાતા વિદ્યાર્થિનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઈલેકટ્રિક પૈનલમાં લાગી આગ
Last Updated : May 29, 2019, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details