નવી દિલ્હી : દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત ફરી કથળી છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના આરોગ્ય પ્રધાનને બે દિવસ પહેલા કોરોના વાઇરસથી ચેપ લાગ્યો હતો.
19 જૂન, શુક્રવારે સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ હવે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈનના ફેફસામાં ચેપ વધી ગયો છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.