ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર હરિત સ્મશાન ઘાટમાં કરવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે માંગ્યો જવાબ - મોક્ષદા પર્યાવરણ

દિલ્હી હાઈકોર્ટે કોરોના દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર હરિત સ્મશાન ઘાટમાં કરવાની અરજી પર સુનાવણી કરતા દિલ્હી સરકાર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નગર નિગમને નોટિસ જાહેર કરી છે. જેનો જવાબ જૂન 29 સુધીમાં અપેક્ષિત છે.

કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર હરિત સ્મશાન ઘાટમાં કરવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે માંગ્યો જવાબ

By

Published : Jun 15, 2020, 4:52 PM IST

નવી દિલ્હીઃ મોક્ષદા પર્યાવરણ તેમજ વન સંરક્ષણ સમિતિ નામના NGO દ્વારા કેન્દ્ર સરકાર અને સંયુક્ત રાષ્ટ્રની મદદથી દિલ્હીમાં 16 તેમજ અન્ય સાત રાજ્યોમાં 46 હરિત સ્મશાન ઘાટ બનાવવામાં આવ્યા છે. જેમનો કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ઉપયોગ કરવા અંગેની અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

આ અંગે ચીફ જસ્ટિસ ડી. એન.પટેલની અધ્યક્ષતા હેઠળની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઇકોર્ટે રાજ્ય સરકાર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નગર નિગમને નોટિસ જાહેર કરતા 29 તારીખ સુધીમાં જવાબ માંગ્યો છે.

આ ઉપરાંત આ NGO દ્વારા નિગમબોધ ઘાટ પર પણ કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કારની પરવાનગીની માગ કરવામાં આવી છે. જેના માટે વન સંરક્ષણ સમિતિના 4 સભ્યો દ્વારા સ્મશાન ઘાટ પર સેવા આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ વિગતો પત્રના માધ્યમથી 22 મેના રોજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ દિલ્હીના ઉપ રાજ્યપાલને જણાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details