નવી દિલ્હીઃ 28 ફેબ્રુઆરીના રોજ હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ ફેસબુક પોસ્ટ કરવાના આરોપ હેઠળ ઝફરૂલ ઇસ્લામની દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. 12 મેના રોજ હાઈકોર્ટે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે 22 જૂન સુધી ઝફરૂલ ઇસ્લામ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહી. 4 જૂને હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે તેનો જવાબ રજૂ કરી દીધો છે.
દિલ્હી હાઈકોર્ટે ઝફરૂલ ઇસ્લામની ધરપકડ મામલે રોક વધારવાનો આદેશ આપ્યો - Delhi high court extends ban on arrest of zafrul islam
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને અલ્પસંખ્યક આયોગ ના અધ્યક્ષ ઝફરૂલ ઇસ્લામની ધરપકડ પર લગાવવામાં આવેલી રોક વધારવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ મનોજ ઓહરી ની બેન્ચે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા કરેલી સુનાવણીમાં FIRના સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે ઝફરૂલ ઇસ્લામની ધરપકડ પરની રોક વધારવાનો આદેશ આપ્યો
ઝફરૂલ ઇસ્લામના ફેસબુક પોસ્ટના વિરોધમાં તેને આયોગના અધ્યક્ષ પદેથી હટાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેની પોસ્ટ દ્વારા કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.