ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટે અંતિમ વર્ષની પરીક્ષા અંગે UGCને નોટિસ ફટકારી - Central Government

દિલ્હી હાઈકોર્ટે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ ઓનલાઇન અથવા ઓફલાઇન બંને સ્થિતિમાં પૂર્ણ કરવાની કેન્દ્ર સરકાર અને UGCને નોટિસ ફટકારી છે.

દિલ્હી હાઇકોર્ટે અંતિમ વર્ષની પરીક્ષા અંગે UGCને નોટિસ ફટકારી
દિલ્હી હાઇકોર્ટે અંતિમ વર્ષની પરીક્ષા અંગે UGCને નોટિસ ફટકારી

By

Published : Jul 15, 2020, 11:27 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનરે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષની વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઇન અથવા ઓફલાઇન બંને સ્થિતિમાં પૂર્ણ કરવાની સૂચનાને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર અને UGCને નોટિસ ફટકારી છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરતા ન્યાયાધીશ જયંત નાથની ખંડપીઠે 4 ઓગસ્ટ સુધીમાં જવાબ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી દિલ્હી યુનિવર્સિટીના અંતિમ વર્ષના વિદ્યાર્થી કબીર સચદેવા દ્વારા કરવામાં આવી છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર અને UGCએ કોરોનાના સમયમાં શૈક્ષણિક મૂલ્યાંકનને વધુ મહત્વ આપ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓના જીવનને ઓછી અગ્રતા આપી હતી.

UGCએ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કર્યા વિના આ નિર્ણય લીધો હતો. UGCનો આ નિર્ણય બંધારણની કલમ 14 અને 21નું ઉલ્લંઘન કરવાની સાથે લોકહિતની વિરુદ્ધ છે.

દેશની ઘણી યુનિવર્સિટીઓએ આ અગાઉ પણ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી સરકારે પણ રાજ્ય સરકારની કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details