નવી દિલ્હીઃ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે વિપક્ષને ઉતર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને સરકારને સવાલ પૂછવાનો અને રાજીનામાની માગણી કરવાનો અધિકાર છે. સંસદમાં હંગામાને લઈને મીડિયા સાથે વાતચીત દરમિયાન રાઉતે કહ્યું કે, દિલ્હી રમખાણ એક સંવેદનશીલ મુદ્દો છે. આ માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. વિપક્ષની પાસે સવાલ પૂછવાનો અને રાજીનામુ માગવાનો અધીકાર છે. પછી ભલે તે મુખ્યપ્રધાન હોય કે ગૃહપ્રધાન. સરકારે ગૃહમાં આવીને જવાબ આપવો પડશે.
દિલ્હી હિંસાને લઈને વિપક્ષને સવાલ કરવાનો અધિકાર છે: શિવસેના - શિવસેના સાંસદ સંજય રાઉત
દિલ્હી હિંસાને લઈને સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા હંગામાને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, દિલ્હી હિંસા અંગે સરકારને સવાલ પૂછવાનો અને રાજીનામાની માગ કરવાનો વિપક્ષને અધિકાર છે.
દિલ્હી હિંસાને લઈને વિપક્ષને સવાલ કરવાનો અધિકાર છે: શિવસેના
તેમણે વધુમાં કહ્યું કે, શિવરાજ પાટીલ કે જેઓ 2004થી 2008 સુધી ગૃહપ્રધાન હતા તેઓને પણ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. રાઉતે કહ્યું કે, સરકાર જવાબદારી નથી લઈ રહી પરંતુ તેઓ આ હિંસા માટે વિપક્ષને જવાબદાર ગણે છે.