દિલ્હીમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચનાર 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકશે - દિલ્હીમાં 24 કલાક ચાલુ રહેશે કરિયાણાની દુકાન
કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનમાં લોકોને તકલીફ ન પડે તે માટે દિલ્હી સરકારે કરિયાણા અને જીવન જરુરી ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ચાલુ રાખવા તેમજ ઈ-કોમર્સ કંપનીઓને હોમ ડીલીવરી કરવાની પરવાનગી આપી છે.
નવી દિલ્હીઃ રાજ્ય સરકારે કરિયાણા અને જીવન જરુરી ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ચાલુ રાખવા તેમજ ઈ-કોમર્સ કંપનીઓને હોમ ડીલીવરી કરવાની પરવાનગી આપી છે.
સરકારે દરેક જિલ્લાના કલેક્ટર, ડીએસપી, પ્રાંત અધિકારીને પોતાના વિસ્તારમાં શાકભાજી, અનાજ કરિયાણાની દુકાન, મેડિકલ, તેમજ દવા બનાવનાર કંપનીઓને ખુલ્લી રહેવા દેવા માટેના નિર્દેશ આપ્યા છે. જે 24 કલાક ચાલુ રહી શકશે. જેથી દિવસ દરમિયાન આ દુકાનો પર ભીડ એકઠી ન થાય. તેમજ આ દુકાનોમાં પૂરવઠો પહોંચાડનાર લોકોને પણ પાસ વગર જવા દેવાની પરવાનગી અપાઈ છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ પોલીસ કર્મીઓને કહ્યુ હતું કે, રસ્તા પર દુધવાળા, શાકભાજીવાળા, પાસે ઓળખપત્ર માગવામા ન આવે. આ ઉપરાંત હોમ ડિલીવરી કરતી કંપનીઓને પણ સામન ગ્રાહકો સુધી પહોંચાડવાની પરવાનગી અપાઈ છે.