ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 વાગ્યાથી મતદાન શરૂ

દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન યોજાશે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ જંગી બહુમતી મેળવી હતી. જ્યાં કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા.

delhi-election-story
delhi-election-story

By

Published : Feb 8, 2020, 5:56 AM IST

Updated : Feb 8, 2020, 11:51 PM IST

ન્યુઝ ડેસ્કઃ આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કરવા ભાજપે આસમાન જમીન એક કર્યુ છે. જ્યારે કોંગ્રેસ જાણે કે સ્પર્ધામાં જ ન હોય તે પ્રકારનું વાતાવરણ ઉભુ થયુ છે. એટલે કે આ ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. 11મીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. જેમાં આગામી સરકારનું ચિત્ર સ્પષ્ટ થશે.

2015માં યોજાયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ રેકોર્ડ બ્રેક 70માંથી 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે 3 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.

ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી પ્રમાણેના પરિણામો 2020 દિલ્હી વિધાનસભામાં ઈચ્છી રહી છે. પરંતુ કેજરીવાલના કાર્યો જોતા જીત એટલી સરળ લાગતી નથી. બંને પક્ષો પોતાના જીતના દાવા કરી રહ્યાં છે. છતાં સત્તા પર બેઠેલા કેજરીવાલ જીત મેળવે તેવી શક્યતાઓ વધારે છે.

આ તરફ ચૂંટણી પ્રચારમાં ભાજપે કોઈ કસર છોડી નથી. ભોજપૂરી ગાયક મનોજ તિવારીને દિલ્હીની કમાન સોંપી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે જ સમગ્ર દેશમાં ભાજપ શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને કાર્યકર્તાઓનો હૂજુમ પ્રચારમાં ઉતારી દેવાયો હતો. જ્યારે બીજીતરફ આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલ, સંજય સિંહ, મનિષ સિસોદીયા અને ભગવંત માન સહિતના દિગ્ગજ નેતાઓ કમાન સંભાળી હતી. આ બાજુ કોંગ્રેસ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત મનમોહન જેવા દિગ્ગજો મેદાને ઉતર્યા હતા.

ભાજપે પ્રચારમાં શાહીનબાગથી માંડી પાકિસ્તાન અને અરવિંદ કેજરીવાલને આતંકવાદી ઠેરવવા સહિતના નિવેદનોનો સહારો લીધો, તો કેજરીવાલે આ સવાલો સામે જવાબ અને સાથે જ દિલ્હીના સ્થાનિક મુદ્દાઓ જેવા કે, વીજળી, પાણી અને રોડને લોકો સમક્ષ આગળ ધર્યા. જ્યારે કોંગ્રેસ પોતાના શાસનકાળ દરમિયાન કરેલા વિકાસકાર્યો અને કેન્દ્ર અને કેજરીવાલ સરકારની નિષ્ફળતાઓને આગળ કરી પ્રચાર કર્યો હતો.

ચૂંટણીની સાથે સાથે

  • કુલ મતદાતા - 1.46 કરોડ મતદાતા
  • ચૂંટણી વ્યવસ્થામાં - 90,000 કર્મચારી
  • 2,689 જગ્યાએ મતદાન
  • 13,750 પોલિંગ બૂથ
  • 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પોસ્ટલ બેલેટની સુવિધા
  • મતદારોની જાગૃતતા માટે કાર્યક્રમ
  • 11 વિધાનસભાઓમાં ફોટો વોટર સ્લિપ પર QR કોડ
  • પોલિંગ બૂથ પર મોબાઈલ પ્રતિબંધ
  • સરકારી કોલોનીયમાં વિશેષ મતદાતા શિબિર
  • વૃદ્ધોને મતદાન મથકે લઈ જવાની વ્યવસ્થા
  • 90000 જવાનો, જેમાં 50,000 દિલ્હી સરકારના
  • અર્ધ સૈનિક બળોની 190 જૂથ
  • દિલ્હી પોલીસની પીસીઆર વેન ટ્રાફિક પોલીસ પણ નજર રાખશે
  • શાહીન બાગ અને ધરણાં સ્થળો પર વિશેષ સુવિધા
  • મતદાર હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરીને મેળવી શકાશે જાણકારી
  • રિયલ ટાઈમ મતદાનના આંકડાઓની મળશે જાણકારી
  • બૂથ પર નાના બાળકો માટે ક્રેચની સુવિધા
  • નેત્રહીન મતદારો માટે બ્રેપ લીપીમાં ઈવીએમની માહિતી
Last Updated : Feb 8, 2020, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details