ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતાને આમ આદમી ગણાવતા કેજરીવાલની સંપતિમાં વધારો, પત્નીના નામે બલેનો કાર - અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલે નામાંકન દાખલ કર્યુ હતું. આ નામાંકનને આધારે 2015ના રોજ કેજરીવાલની વાર્ષિક આવક 2.7 લાખ રૂપિયા હતી. જે 2018-19માં વધીને 2.81 લાખ રૂપિયાએ પહોંચી હતી. જાહેર કરેલા સોગંદનામાં અનુસાર, કેજરીવાલ પાસે કોઇ કાર નથી.

દિલ્હી ચૂંટણી : કેજરીવાલની સંપતીમાં વધારો
દિલ્હી ચૂંટણી : કેજરીવાલની સંપતીમાં વધારો

By

Published : Jan 22, 2020, 10:34 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલે મંગળવારે નામાંકન દાખલ કર્યુ હતું. કેજરીવાલના નામાંકનને આધારે 2015ના રોજ કેજરીવાલની વાર્ષિક આવક 2.7 લાખ રૂપિયા હતી. જે 2018-19માં વધીને 2.81 લાખ રૂપિયાએ પહોંચી હતી. જાહેર કરેલા સોગંદનામાં અનુસાર, કેજરીવાલ પાસે કોઇ કાર નથી.

સોગંદનામુ

પત્નીના નામે કાર નોંધાયેલ

મુખ્યપ્રધાન કાર્યાલયના નામે દિલ્હી સરકારને કુલ 17 ગાડીઓ ફાળવવામાં આવી છે, પરંતુ કેજરીવાલના નામે એક પણ કાર નથી. જો કે, કેજરીવાલના પત્નીના નામે મારૂતિ બલેનો કાર છે.

સોગંદનામુ
ફરિયાદની સંખ્યા 10થી વધીને 13 થઇ

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર ચાલુ વર્ષે ફરિયાદોમાં વધારો થયો છે. વર્ષ 2015ના સોગંદનામાં અનુસાર 10 ફરિયાદ હતી, જે વધીને 13 પર પહોંચી છે.

સોગંદનામુ

સંપતિમાં વધારો

અરવિંદ કેજરીવાલની સંપતિની જો વાત કરવામાં આવે તો સોગંદનામા અનુસાર, 92 લાખ રૂપિયાની સંપતિ હતી. જેના બજાર ભાવ વધવાને કારણે તે વધીને 1.77 કરોડ રૂપિયાએ પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details